કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ખોડલધામમાં મા ખોડલના આશીર્વાદ લીધા
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને દેવી ચિત્રલેખાજીએ પણ મા ખોડલના દર્શન કર્યા.
સૌરાષ્ટ્રમાં ટૂંકા સમયગાળામાં ધાર્મિક સ્થાન અને પર્યટનધામ બની ગયેલા ખોડલધામ મંદિરે દરરોજ હજારો ભક્તો મા ખોડલના દર્શન કરવા આવે છે. સામાન્ય માણસથી લઈને જાણીતા વ્યક્તિઓ પણ મા ખોડલના ધામમાં આવી ધન્યતા અનુભવે છે. ત્યારે હાલમાં જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને ભાગવત કથાકાર દેવી ચીત્રલેખાજીએ ખોડલધામ મંદિરે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી મા ખોડલના આશીર્વાદ લીધા હતા.
તારીખ. 5 જૂનના રોજ લેઉવા પટેલ સમાજના આગેવાન અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખોડલધામ મંદિર-કાગવડ ખાતે આવ્યા હતા.
કેન્દ્રની સરકારમાં સતત બીજી વખત રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ મનસુખભાઈ માંડવિયાએ મા ખોડલના આશીર્વાદ લીધા હતા. મનસુખભાઈ માંડવિયાની સાથે પોરબંદરના નવનિયુક્ત સાંસદ રમેશભાઈ ધડુકે પણ હાજરી આપી હતી અને મા ખોડલના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા હતા. બન્ને નેતાઓએ મા ખોડલના આશીર્વાદ લીઈ ધન્યતા અનુભવી હતી. ઉપરાંત મનસુખભાઈ માંડવિયા અને રમેશભાઈ ધડુકે ખોડલધામ મંદિર પરિસરમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓને પણ નિહાળી હતી.
5 જૂનના રોજ ભાગવત કથાકાર દેવી ચિત્રલેખાજીએ પણ ખોડલધામ મંદિરે મા ખોડલના આશીર્વાદ લીધા હતા. દેવી ચિત્રલેખાજીએ મા ખોડલના ધામમાં આવી ધન્યતા અનુભવી હતી. સાથે જ તેમણે ખોડલધામ પરિસરની મુલાકાત લીધી હતી. એડમિન ઓફિસની પણ તેઓએ મુલાકાત લીધી હતી.
તારીખ. 5 જૂનના રોજ ખોડલધામ મંદિરે દર્શન માટે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂક અને ભાગવત કથાકાર દેવી ચિત્રલેખાજીના સ્વાગત માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને શ્રી સોમનાથ અતિથિ ભવનના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.