ઉર્દૂના પ્રખ્યાત કવિ શમ્સુર રહેમાનનું નિધન
અલ્હાબાદ, શુક્રવારે અલ્હાબાદમાં ઉર્દૂના પ્રખ્યાત કવિ શમ્સુર રહેમાન ફારૂકીનું નિધન થયું છે. 85 વર્ષીય ફારુકી એક મહિના પહેલા જ કોરોનાથી સ્વસ્થ થયા હતા. પદ્મ શ્રીથી સન્માએનઆઇટી ફારૂકીને 23 નવેમ્બરના રોજ દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના સંક્રમણ લાગ્યાં બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના ભત્રીજા મહેમૂદ ફારૂકીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં રહેતી વખતે તેમણે અલ્હાબાદમાં પોતાના ઘરે જવાની જિદ કરી હતી. અમે તેમની સાથે સવારે અહીં પહોંચ્યા હતા. ઘરે આવ્યાના અડધા કલાક પછી જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.