Western Times News

Gujarati News

નડિયાદ ખાતે  અમૃત આહાર મહોત્સવને ખુલ્લો મુકતા મુખ્ય દંડક  પંકજભાઇ દેસાઇ

નડિયાદ ખાતે અમૃત આહાર મહોત્સવનું આયોજન કરાયું પ્રાકૃતિક ખેતી માનવજીવનની સાથે સાથે સમગ્ર જીવ સૃષ્ટિ માટે લાભદાયક નડિયાદ ઇષ્કોવાલા હોલના મેદાનમાં ખેત પેદાશોના વેચાણની વ્યવસ્થા ઉભી કરાઇ નડિયાદ એપીએમસી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશના સીધા વેચાણ માટે અલાયદિ વ્યવસ્થા કરાશે -મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ  – સરકારશ્રી દ્વારા રાજ્યમાં ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે .

હાલમાં સૌને કોરોના વાયરસના પ્રકોપ સામે રોગ પ્રતિકારક શક્તિનું મહત્વ સમજાયું છે ત્યારે રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓ વિનાના ખોરાકનું મહત્વ વધ્યું છે .

મનુષ્ય સ્વાથ્યની સુરક્ષા માટે કૃષિ ક્ષેત્રે ફરી કુદરતના ખોળે જવાની જરૂરિયાત ઉભી થઇ છે અને આ માટેનો સૌથી ઉત્તમ વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે . નડિયાદ ખાતે આજે અમૃત આહાર મહોત્સવને ખુલ્લો મુકતા મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે , પ્રાકૃતિક ખેતી માનવજીવનની સાથે સાથે સમગ્ર જીવ સૃષ્ટિ માટે લાભદાયક છે

આ ખેતી દ્વારા ઉત્પાદિત અનાજથી કુદરતી સંતુલન જળવાઇ રહે છે , પર્યાવરણની જાળવણી થાય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે , આ ખેતી દ્વારા ઉત્પાદિત ખેત પેદાશના ઉપયોગથી મનુષ્યના સ્વાથ્યને સારો ફાયદો થાય છે અને તેની રોગ પ્રતિકારક શકિત વધે છે .

ખેડા જિલ્લાના ઘણા ખેડૂત મિત્રો આ અભિયાનમાં જોડાયા છે . તેઓના દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશો જેવી કે ચોખા , દેશી બાજરી , બંટી , બાવટો , મગની દાળ , અડદની દાળ , કાળા ચોખા , કાળા ઘઉં , ચોખાની પાપડી , મગફળીનું તેલ , લીલા શાકભાજી , લીલું લસણ , વાલોળ , તુવેર , મેથી – પાલક – સવાની ભાજી , શક્કરીયા , ટામેટા , બટાકા વિગેરે ઝેરમુક્ત ઉત્પાદનોનું ગ્રાહકોને સીધું વેચાણ કરી શકે તેવા શુભઆશયથી સરકાર દ્વારા તા.૨૫-૧૨-૨૦૨૦ થી અમૃત આહાર મહોત્સવનું આયોજન કરેલ છે .

જિલ્લામાં નડિયાદ ખાતે ઇષ્કોવાલા હોલ કમ્પાઉન્ડ ખાતે સવારે ૯-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી આયોજન કરેલ છે . જેની મુલાકાત લેવા પ્રોજેક્ટ ડાયરેકટર , આત્મા પ્રોજેક્ટ , ખેડા દ્વારા જણાવાયું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.