Western Times News

Gujarati News

પાકિસ્તાને હવે ભારતમાં આતંકવાદીઓ મોકલા માટે માર્ગ બદલ્યો

નવી દિલ્હી, પાકિસ્તાન અવારનવાર જમ્મુ-કાશ્મિર અને પંજાબનાં સરહદી વિસ્તારોમાંથી ભારતમાં આતંકીઓની ઘુશણખોરી કરાવવાનાં પ્રયાસો કરતું હતું, જો કે હવે આ સરહદી વિસ્તારોમાં ભારતીય સુરક્ષા દળોનાં સઘન પેટ્રોલિંગનાં કારણે ઘુશણખોરીનાં પ્રયત્નો નિષ્ફળ બની રહ્યા છે, એટલા માટે વર્ષ 2020માં પાકિસ્તાને હવે નવા માર્ગે ઘુશણખોરી કરાવવાનાં પ્રયાસો શરૂ કર્યા છે.

આ વર્ષે ભારતમાં અશાંતિ ફેલાવા માટે પાકિસ્તાને પોતાના આતંકવાદીઓને ગુજરાત અને રાજસ્થાનની સરહદોમાં ઘુસણખોરી કરાવવાનાં પ્રયાસો શરૂ કર્યા છે, BSFએ આંકડાઓ દ્વારા આ માહિતી આપી છે.

આ વર્ષે BSFએ રાજસ્થાન અને ગુજરાત સરહદે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઘુશણખોરીની ઘટનાઓ નોંધી છે, અધિકારીઓનો દાવો છે કે પાકિસ્તાન આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા માટે અન્ય રસ્તાઓ શોધી રહ્યું છે.

BSFનાં અધિકારીઓએ  જણાવ્યું કે જમ્મુ કાશ્મિર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સરહદથી નવેમ્બરનાં પહેલા સપ્તાહ સુધી 11 ઘુસણખોરીની ઘટનાઓ નોંધાઇ છે, આ વર્ષે જમ્મુ અને પંજાબની સરહદેથી સૌથી વધુ 4-4 ઘુસણખોરીની ઘટનાઓ બની.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.