Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લામાં અત્ર-તત્ર-સર્વત્ર મેઘરાજાની ધબધબાટી

(પ્રતિનિધિ) બાયડ, બાયડ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થી નીચાણવાળી વિસ્તાર સહીત વલ્લભ નગર અને ગિરિરાજ સોસાયટીમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા બોરડી ગામના મહાદેવના મુવાડા ગામે ધોધમાર વરસાદથી હેંડપંપમાં આપોઆપ પાણી બહાર નીકળતા પ્રજાજનોમાં આનંદ છવાયો હતો સાઠંબા ગ્રામપંચાયતમાં સમાવિષ્ઠ ચોપલાવત ગામે દાદાના મુવાડા અને ધનાજી ના મુવાડા તરફ જતાં રસ્તાની બંને ડીપ બે વર્ષથી ડીપ તૂટેલી હાલતમાં છે વારંવાર તંત્રને રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરતા સ્કૂલમાં જતા બાળકો અને ડેરીમાં જતા પશુપાલકોને જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબુર બન્યા હતા.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહીત રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી કરી હતી અરવલ્લી જીલ્લામાં હવામાન ખાતાની આગાહી પ્રથમ વાર સાચી પડતા સમગ્ર જીલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ધનસુરામાં ૩ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબકતા જનતાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળતા પ્રજાજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા મોડાસામાં નીચાણવાળા વિસ્તારો અને ચાર રસ્તા પર પાણી ફરી વળતા પ્રજાજનો અને વાહનચાલકોને ભારે તકલીફ પડી હતી.

ગુજરાતમાં છેલ્લા કેટલાયે સિવસથી દે માર વરસાદ વરસી રહ્યો છે. વરસાદનીએ આ ધમાકેદાર બેટિંગ હજી ૪૮ કલાક યથાવત રહેશે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે અરવલ્લીમાં વરસી રહ્યો છે વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ખેતરો બન્યા જળબંબાકાળ.અરવલ્લી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગઈ કાલે સાંજે ધીમી ધારે પડી રહેલા વરસાદે આજ સવારે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકાદ કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઝુંપડાઓમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. જાહેર માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.