Western Times News

Gujarati News

કોરોના ડ્યૂટી કરતા સ્ટાફનાં સ્કીન-વાળ પર ગંભીર અસર

અમદાવાદ, કોરોના વાયરસ મહામારી સામે લડવામાં ડૉક્ટરો અને નર્સો સૌથી આગળ છે. તેમના વિના આ જંગમાં ટકી શકાય તેમ નથી. ત્યારે તેઓ યોદ્ધાઓની જેમ કલાકો સુધી આઈસીયુ અને વોર્ડમાં ગૂંગળાવી નાખતી પીપીઈ કિટ અને એન-૯૫ માસ્કમાં ખડેપગે રહે છે. તેનું ગંભીર પરિણામ સામે આવી રહ્યું છે, તેમના વાળ ખરી રહ્યા છે. જીવનું રક્ષણ કરતાં ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લવ્ઝ અને માસ્ક ચામડીના રોગ તેમજ વાળના નબળા સ્વાસ્થ્યનું કારણ બની રહ્યા છે. કલાકો સુધી આ સેફ્ટી ગિયર્સ પહેરી રાખવાના કારણે સ્વાસ્થ્યકર્મીઓને રેશિઝ, ફોલ્લીઓ અને સ્કીન પિગમેન્ટેશન જેવી સમસ્યા થઈ રહી છે, તેમ શહેરના નિષ્ણાોતનું કહેવું છે.

બીજે મેડિકલ કોલેજના ડર્મટોલજિ અને વેનેરિયલ ડિસીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં બહાર આવ્યું કે, છેલ્લા ૯ મહિનામાં ૧૦માંથી ૭ સ્વાસ્થ્યકર્મીઓને ડર્મટોલજિકલ સમસ્યા હતી અને તેની સારવાર લેવી પડી હતી. બીજે મેડિકલ કોલેજના ડીવીડી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ક્રિના પટેલે કહ્યું, સર્વેમાં ૬૦૦થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી ૬૬ ટકા સ્વાસ્થ્યકર્મીઓ હતા. ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે, લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાના કારણે એક્ને (ફોલ્લીઓ) થાય છે.

અમે આ સ્થિતિ માટે માસ્ક-ને શબ્દ શોધ્યો છે. સ્વાસ્થ્યકર્મીઓમાં સ્કીનના રોગની ગંભીરતા ૮૦ ટકા જેટલી જાેવા મળી હતી કારણકે એન-૯૫ માસ્ક એર સર્ક્‌યુલેશન અવરોધે છે. જેના કારણે સ્કીનમાંથી તૈલી દ્રવ્યો અને શ્વાસમાંથી ભેજનો ઉપચય થાય છે,” તેમ ડૉ. પટેલે જણાવ્યું. જે લોકો બંધિયાર ઓફિસમાં કામ કરે છે તેઓ ઓફિસના કલાકો દરમિયાન ડબલ માસ્ક પહેરે છે- એક ફેબ્રિકનું અને બીજું ટ્રીપલ લેયર અથવા એન-૯૫. તો આની સ્કીન પર કેવી અસર પડે છે?SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.