Western Times News

Gujarati News

અરૂણાચલ સરહદ પર ચીનના મુકાબલા માટે સૈન્ય સુસજ્જ

ઈટાનગર, પૂર્વ લદ્દાખ માં ચીની સેના ના નાકમાં દમ લાવનાર આપણા ભારતીય જવાનોનો હોંસલો બુલંદ છે. અરૂણાચલ પ્રદેશના સંવેદનશીલ તવાંગ સેકટરમાં તૈનાત ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના જવાનો કહે છે કે તેમની પૂરી તૈયારી છે. લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર તેમની બાજ નજર છે અને ચીન આ સેકટરમાં કોઇ ચાલબાજી કરી શકશે નહીં. અહીં એક લોકેશન પર આઈટીબીપીની ૫૫મી બટાલિયનના કમાન્ડર કમાંડેંટ આઇબી ઝા એ કહ્યું કે જ્યારે આવી ઘટનાઓ (પૂર્વી લદ્દાખમાં ચીનનું અતિક્રમણ) થાય છે તો અમારે હાઇ એલર્ટ મોડ પર રહેવાનું હોય છે જેથી કરીને કોઇ અનિચ્છનીય ઘટના ના બને અને કોઇ સરપ્રાઇઝ ના થાય.

ઝાએ કહ્યું કે અમે દેશવાસીઓને ખાતરી આપીએ છીએ કે માતૃભૂમિ પર કોઈ પણ પ્રકારની આંચ આવવા દેશું નહીં. સૌથી મજાની વાત એ છે કે આઇટીબીપી જવાનો (પૂર્વ લદ્દાખમાં) એ ત્યાં જાેરદાર લડત આપી હતી. મારા જવાનો છે, તેમના મનમાં એવી ભાવના છે કે સાહેબ તેમને મોકો મળ્યો, આપણને મળશે નહીં. તૈયારી એ લેવલની અમારી છે કે જાે તક મળશે તો જે બહાદુરી ત્યાં પર તેમણે દેખાડી છે તેનાથી વધુ બહાદુરી દેખાડવા માટે લોકો અહીં તૈયાર બેઠા છે.

આઈટીબીપી એ ચીનની સાથે ચાલી રહેલા સરહદ વિવાદમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. પૂર્વ લદ્દાખથી લઇ અરુણાચલ પ્રદેશમાં એલએસી પર તેમના જવાન તૈનાત છે. પેંગોંગ તળાવની નજીક થયેલા કેટલાંય ઝઘડામાં આઈટીબીપીના જવાનોએ ઘણી વખત ચીની સૈનિકોનો સામનો કરવો પડ્યો છે. સામ-સામેની લડાઇમાં ઓછી સંખ્યા હોવા છતાંય તેમણે ચીની સૈનિકોને આગળ વધતા રોકી દીધા છે. કમાંડેંટ ઝાના જણાવ્યાનુસાર એપ્રિલ-મેમાં આઇટીબીપી જવાનો દ્વારા બતાવવામાં આવેલી બહાદુરીથી અરુણાચલ સેક્ટરમાં તૈનાત સૈનિકોને ખૂબ પ્રેરણા મળી છે.

આઈટીબીપીના પેટ્રોલિંગ અંગે કમાંડેંટ ઝા એ કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થયું છે તેનાથી હવે ભારતીય સૈનિક તવાંગ સેકટરમાં ઝીરો પોઇન્ટની ખૂબ જ નજીક સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે પછી કપડાંની વાત હોય કે ઇન્ફ્રાસ્ટ્રકચરની તાજેતરના દિવસોમાં તેના પર ઘણું કામ થયું છે. જેમ કે તમે જાેઇ શકો છો કે આપણી ગાડીઓ છેલ્લાં પોઇન્ટ સુધી જઇ શકે છે, તેનાથી બિલકુલ મોડું થયા વગર જવાબ આપવામાં મદદ મળે છે.

તવાંગ સેકટર એલએસીના સૌથી સંવેદનશીલ સેકટર્સમાંથી એક છે. ૧૯૬૨ની જંગમાં અહીં ચીની સૈનિક ખૂબ અંદર સુધી ઘૂસી ગયા હતા. હવે અહીંથી ભારતીય સેનાની એક પૂરી કોર તૈનાત છે જેથી કરીને ચીનની કોઇપણ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી શકે. તેજપુર બેઝડ ગજરાજ કોરના લગભગ તમામ ફોર્મેશન્સ આ સેકટરમાં ફેલાયેલ છે. આઈટીબીપી અને સેનાની વચ્ચેનું કોઓર્ડિનેશન પણ શ્રેષ્ઠ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.