ઝાલોર નજીક અકસ્માતમાં ડીસાના ૩ જૈન અગ્રણીનાં મોત
ઝાલોર, રાજ્યના અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે રાજસ્થાનમાં એક રોડ અકસ્માત થયો છે, જેમાં ૩ ગુજરાતીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. રાજસ્થાનના ઝાલોર નજીક ગુજરાતના ડીસાના ત્રણ આગેવાનોને એક રોડ અકસ્માત નડ્યો છે, જેમાં જીવદયા પ્રેમી ભરત કોઠારીનું અકસ્માતમાં મોત થયા છે, તેમની સાથે અન્ય બે લોકો પણ મોતને ભેટ્યા છે. હાલ જૈન અગ્રણીઓના મોતથી શોકનો માહોલ છવાયો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ડીસાના ત્રણ આગેવાનોને રાજસ્થાનના ઝાલોદમાં ગમખ્વાર અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના ઝાલોર નજીક તેઓ કોઈ કામસર જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ડીસાના ત્રણ આગેવાન વેપારીના મોત થયા છે.
છેલ્લે મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારીનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે ભરત કોઠારી સહિત રાકેશ જૈન અને વિમલ જૈનનું પણ મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત જૈન સમાજમાં શોકનો માહોલ છવાયો છે.SSS