બ્રિટન બાદ હવે ફ્રાન્સમાં પણ કોરોનાનો નવો સ્ટ્રેઇન દેખાયો
પેરિસ, બ્રિટનમાં કહેર વરસાવનાર કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઘાતક બન્યો છે. ત્યાં હવે ફ્રાન્સથી પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફ્રાન્સે કહ્યું કે તેમના દેશમાં એક નવો સ્ટ્રેન કોરોના વાયરસનો જાેવા મળ્યો છે. કોરોનાના આ વધુ ચેપી સ્ટ્રેનની ઓળખ બ્રિટનમાં થઈ હતી. તેમજ દક્ષિણ આફ્રિકા, નાઇજિરીયાથી પણ આ કેસ નોંધાયા છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ કહે છે કે કોરોનાના નવા સ્ટ્રેનથી પીડિત વ્યક્તિ ફ્રાન્સનો નાગરિક છે અને તે ૧૯ ડિસેમ્બરના રોજ લંડનથી આવ્યો હતો. તેમણે કહ્યું કે સંક્રમિત વ્યક્તિ પોતાના ઘરમાં જ આઇસોલેટ થયો છે.
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યા બાદ ભારત સહિત ઘણા દેશોએ ત્યાંથી આવતા લોકોના આગમન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ફ્રાન્સે પણ બ્રિટનથી વિમાનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ બુધવારે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. હવે તે લોકોને આવવા દેવાની મંજૂરી છે જેમનો ટેસ્ટ નેગેટિવ આવી રહ્યો છે. ક્રિસમસના દિવસે હજારો લૉરી ડ્રાઇવરોએ પોતાની ગાડીમાં જ રહેવું પડ્યું જેઓ ઇંગ્લિશ ચેનલને પાર કરવાની રાહમાં હતા.
ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ૨૧ ડિસેમ્બરે પીડિત વ્યક્તિ એક હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી. તેણે કહ્યું કે પીડિત વ્યક્તિ બરાબર છે. આની પહેલાં શુક્રવારે જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ્સ અને ઑસ્ટ્રેલિયાએ અહેવાલ આપ્યો હતો કે તેમના ત્યાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓના કેસ નોંધાયા છે. અગાઉ બ્રિટન અને દક્ષિણ આફ્રિકા બાદ આફ્રિકન દેશ નાઇજીરીયામાં કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેન જાેવા મળ્યો હતો.
ગુરુવારના રોજ આફ્રિકાના ટોચના સાર્વજનિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાની આ નવી સ્ટ્રેન નાઇજિરીયાના લોકોમાં જાેવા મળી છે. આ સ્ટ્રેન વિશે વધુ માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિકોની એક ટીમ તપાસ કરી રહી છે. બુધવારે, બ્રિટનમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા બે મુસાફરોમાં કોરોનાનું નવું સ્ટ્રેન જાેવા મળ્યું. બ્રિટનના આરોગ્ય મંત્રી એ નવા સ્ટ્રેનને ૭૦ ટકા વધુ ચેપી ગણાવ્યું હતું. આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વડા જ્હોન નેકેંગસાૅંગે નાઇજીરીયાના આ નવા સ્ટ્રેન વિશે જણાવ્યું હતું કે તે યુકે અને દક્ષિણ આફ્રિકાથી અલગ પ્રકારનો છે. નાઈજીરીયા સીડીસી અને ચેપી રોગોના જેનોમિક્સ માટે આફ્રિકન સેન્ટર ઓફ એક્સેલન્સના વૈજ્ઞાનિકો દ્વારા સ્ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે વાયરસની આ પ્રકૃતિની તપાસ માટે વધુ સમય માંગ્યો.SSS