કેરલના સબરીમાલા મંદિરને ૧૪૭ કરોડનું નુકસાન
કોચ્ચી, કોરોના વાયરસને કારણે આ વર્ષ સબરીમાલા મંદિરની આવકમાં ભારે નુકસાન થયું છે. મંદિરની સીજનના પહેા ૩૯ દિવસો દરમિયાન સબરીમાલા મંદિરની આવક કોરોના મહામારીની કારણે લગાવવામાં આવેલ પ્રતિબંધોના કારણે ગત વર્ષની સમાન મુદ્તની સરખામણીમાં ઘટી ૯.૦૯ કરોડ રૂપિયા રહી ગઇ છે. ગત વર્ષે આજ દિવસોમાં મંદિરને ૧૫૬.૬૦ કરોડ આવક થઇ હતી.
ત્રાવણકોર દેવાસમ બોર્ડના અધ્યક્ષ એન વાસુએ કહ્યું કે અત્યાર સુધીમાં ૭૧૭૦૬ ભકતોએ દર્શન કર્યા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાંચ ટકાથી પણ ઓછા લોકો ફરવા આવ્યા છે.
મંડલ પુજાના દિવસે નિકળનાકી અનુષ્ઠાનિક શોભાયાત્રા દરમિયાન ભગવાન અય્યપાને પહેરાવનારા સ્વર્ણ પોશાક તંકા અંકી ગઇકાલે સાંજે સબરીમાળા મંદિર પહોચી ગયા છે.કોવિડના કારણે ફકત કેટલાક લોકોની હાજરી હતી જયારે સામાન્ય દિવસોમાં આ શોભાયાત્રાને જાેવા માટે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. તંકા અંકીને સબરીમાલા પહોંચાનારી આ શોભાયાત્રા ચાર દિવસ પહેલા રાજયના મુખ્ય તીર્થ અને ભગવાન કૃષ્ણના અર્ણમુલા શ્રી પાર્થસારથી મંદિરથી શરૂ થઇ હતી જયાં પર આ પવિત્ર પોશાક રાખવામાં આવે છે. આ પોશાકને ત્રાવણોકોરના રાજા સ્વ.ચિતિરા તિરૂનલ બરામરામ વર્માએ દાન કર્યા હતાં.HS