ભારતમાં 6 મહિના પછી દૈનિક નવા કેસની સંખ્યા ઘટીને 18,732, સપ્ટે. માં દૈનિક 90000 કેસો નોંધાતા હતા
માર્ચના પહેલા અઠવાડીયામાં સરેરાશ 18000 દૈનિક કેસો આવતા હતા, સપ્ટેમ્બરમાં રોજના આશરે 80થી 90 હજાર કેસો નોંધાા હતા- વૈશ્વિક મહામારી સામેની જંગમાં ભારત નોંધપાત્ર શિખરે પહોંચી ગયું છે.
6 મહિના પછી ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસની સંખ્યા 19,000 કરતાં ઓછી રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 18,732 કેસ પોઝિટીવ નોંધાયા છે. અગાઉ 1 જુલાઇ, 2020ના રોજ નવા નોંધાયેલા કેસની સંખ્યા 18,653 હતી.
ભારતમાં આજે સક્રિય કેસનું ભારણ પણ ઘટીને 2.78 લાખ (2,78,690) થઇ ગયું છે. 170 દિવસ પછી આ સૌથી ઓછો આંકડો છે. અગાઉ, 10 જુલાઇ 2020ના રોજ સક્રિય કેસની સંખ્યા 2,76,682 હતી.
દેશમાં સક્રિય કેસની સંખ્યામાં એકધારું ઘટાડાનું વલણ ટકી રહ્યું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિયોની સંખ્યા હાલમાં માત્ર 2.74% રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 21,430 રહીછે. ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં વધુ 2,977 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 97,61,538 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓ વચ્ચેના તફાવતમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે અને હાલમાં આ તફાવત 95 લાખની નજીક એટલે કે 94,82,848 સુધી પહોંચી ગયો છે.
નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓ કરતાં સતત વધારે રહેતી હોવાથી આજે સાજા થવાનો સરેરાશ દર વધીને 95.82% થઇ ગયો છે. દૈનિક નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા ઝડપથી વધતી હોવાથી આ તફાવત સતત વધી રહ્યો છે. નવા સાજા થયેલા દર્દીઓમાંથી 72.37% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
સમગ્ર દેશમાં કેરળમાં એક દિવસમાં સૌથી વધારે 3,782 નવા દર્દી સાજા થયા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ 1,861 દર્દી અને છત્તીસગઢ 1,764 દર્દીની રિકવરી સાથે ટોચના ક્રમે છે. નવા સંક્રમિત થયેલા કેસમાંથી 76.52% નવા દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયા છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 3,527 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,854 કેસ પોઝિટીવ નોંધાયા છે. વધુ 279 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં મૃત્યુ પામ્યા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 75.27% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (60) મૃત્યુ નોંધાયા છે. પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં દૈનિક ધોરણે અનુક્રમે 33 અને 23 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.