જંબુસર હોમગાર્ડ યુનિટના નવનિર્મિત મકાનનું ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસરમાં સૌપ્રથમ હોમગાર્ડ યુનિટની સ્થાપના ૨૮/૧૨/૧૯૪૭ ના રોજ કરવામાં આવી હતી ૪/૮/૨૦૦૨ માં કોટ બારણા સ્થિત ઓફિસ શરૂ કરવામાં આવી અને આજરોજ હોમગાર્ડ યુનિટના નવીન મકાનનું ઉદ્દઘાટન વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જંબુસર હોમગાર્ડ યુનિટના ૨૦૦ જેટલા જવાનોના અનુદાન અને શ્રમદાન થકી આ નવનિર્મિત મકાન અંદાજીત ૪,૬૧,૦૦૦ માં તૈયાર કરવામાં આવ્યું છે.
આમ તો સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓનું નિર્માણ સરકાર દ્વારા આવે છે.પરંતુ જંબુસર હોમગાર્ડ યુનીટનો નવનિર્મિત મકાન જંબુસર હોમગાર્ડ જવાનો દ્વારા સુંદર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું તે સરાહનીય બાબત છે.નવનિર્મિત મકાનમાં લક્ષ્મીપૂજન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવ્યું જેમાં અગિયાર જેટલા હોમગાર્ડ જવાનો પત્ની સહિત લક્ષ્મી પૂજનનો લાભ લીધો હતો.લક્ષ્મી પૂજન બાદ સત્કાર સમારંભ રાણા પંચની વાડીમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્ટાફ ઓફીસર પાંજરોલિયા,અધિકારી સુનીલભાઈ,ચંદ્રકાન્તભાઈ મિસ્ત્રી ભરૂચ,હોમગાર્ડ યુનિટ જંબુસર ઈન્ચાર્જ નલીનભાઈ જોષી,પ્લાટૂન કમાન્ડર એ જી જાદવ,પી બી સોલંકી,નિર્દોષ પટેલ કાવી સહિત જંબુસર હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા.