ફતેપુરા ગામના આરટીઆઈ કરનારા ખેડૂતોને ખોટી રીતે મામલતદારે જામીન લેવડાવ્યા હોવાનો આક્ષેપ
બાયડ મામલતદાર સામે ડબ્બા યાત્રા
બાયડ તાલુકાના ફતેપુરા ગામની સીમમાં આવેલી ૨૦૦ વીઘા જમીનમાં ૧૯૬૧ થી ગામલોકો પશુઓને ચરાવવા અને બળતણ માટે લાકડા પણ લાવતા હતા જો કે આ જમીન પર કબ્જો થઇ જતા અને કબજેદારે જમીન પર રહેલા વૃક્ષો કાપી સાફ સફાઈ ધરતા ગ્રામજનોમાં આક્રોશ છવાયો હતો.
૬૦ વર્ષથી ઢોર અને બળતણ માટે અનામત રાખેલી જગ્યા પર ભૂ માફિયાઓએ કબ્જો જમાવી દેતા તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ હક્કની લડાઈ માટે બાયડ -દહેગામ રોડ પર શુક્રવારે ચક્કાજામ કર્યો હતો અને બાયડ મામલતદારની મિલીભગત હોવાનો તેમજ મામલતદારે આરટીઆઈ કરી રજુઆત કરનાર ખોટી રીતે જામીન લેવડાવ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો ત્યારે બીકેટીએસના અગ્રણીઓએ આ અંગે મામલતદાર વિરુદ્ધ ડબ્બા યાત્રા યોજી હતી અને બાયડ પ્રાંત અધિકારીને તેમજ મામલતદારને આ અંગે રજુઆત કરી હતી
બાયડ તાલુકાના ફતેપુરા ગામના સમર્થનમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું બીકેટીએસ નામનું સંગઠન સમર્થનમાં આવ્યું હતું અને ડાભા પંચાયતમાં આવેલ ફતેપુરા ગામના આરટીઆઈ કરનાર ૧૫ જેટલા ખેડૂતોને મામલતદારે ૨૦૭ અન્વનયે જે જામીન પ્રકરીયા કરવામાં આવી હતી તેના અનુસંધાને આરટીઆઈ ડબ્બાયાત્રા કાઢવામાં આવી હોવાનું અને આ અંગે પ્રાંત અધિકારી બાયડ અને મામલતદારને મૌખીક રજુઆત કરવામાં આવી હોવાનું બીકેટીએસના અગ્રણી કિશનસીંહ ચૌહાણ અને તેમની ટીમે જણાવ્યું હતું બીકેટીએસની ટીમે ડબ્બાયાત્રા યોજાતા બાયડ શહેરના નગરજનોમાં કુતુહુલ સર્જાયું હતું. (દિલીપ પુરોહિત, બાયડ)