Western Times News

Gujarati News

અર્જુન ગોવામાં મલાઈકાની બહેનની વિલામાં રોકાયો છે

મુંબઈ: બોલિવુડના લવબર્ડ્‌સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલ ગોવામાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. મલાઈકા અને અર્જુન હાલ એક્ટ્રેસની બહેન અમૃતા અરોરા અને પતિ શકીલ લદાકની આલિશાન વિલામાં વેકેશન માણી રહ્યા છે.

કાન્ડોલીમ બીચ પર આવેલી આલિશાન વિલાના વખાણ અર્જુન કપૂરે પણ કર્યા છે. અર્જુન કપૂરે વિલામાંથી કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં જાેઈ શકાય છે કે બીચ પર આવેલી આ વિલા ખૂબ જ સુંદર છે. ૫ બીએચકે લક્ઝરી વિલામાં પ્રાઈવેટ સ્વીમિંગ પુલની પણ સુવિધા છે. આ વિલાના વખાણ કરતાં અર્જુને લખ્યું, જ્યારે તમારું મન ઘરે પાછા જવાનું ના કરે અમૃતા અરોરા અને શકીલ લદાક તમારું ઘર કેટલું સુંદર છે.

ગોવામાં આનાથી વધુ સારું હોલિડે હોમ નહીં હોય. અર્જુનની આ પોસ્ટ પર અમૃતા અને મલાઈકાએ આ ઈમોજી મૂકીને કોમેન્ટ કરી છે. અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ આ બીચ વિલાની તસવીર શેર કરીને લખ્યું છે, ખૂબ સુંદર ઘર છે. મલાઈકા અરોરા પણ અમૃતાના આ બીચ હાઉસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સ્વિમિંગમાં પુલમાં સમય વિતાવતો એક વિડીયો પોસ્ટ કરીને મલાઈકાએ લખ્યું છે, અઝારા બીચ હાઉસ સાથે મને પ્રેમ થઈ ગયો છે. અમૃતા અરોરાએ પોતાના આ બીચ હાઉસનું ઈન્સ્ટાગ્રામ પેજ પણ બનાવ્યું છે. જેના પર તેની વિવિધ તસવીરો જાેઈ શકાય છે. આ બીચ હાઉસના ડ્રોઈંગ રૂમમાં નજર નાખીએ તો એકદમ કમ્ફર્ટેબલ સોફા સેટ જાેઈ શકાય છે. રૂમમાં બંને બાજુ સીડીઓ છે અને રૂમની છત વિન્ટેજ સ્ટાઈલની છે.

રૂમની વચ્ચોવચ એક સુંદર ઝૂમર છે. તો ઘરની બહાર સ્વિમિંગ પુલ છે જેમાં આરામની પળો માણી શકાય છે. અર્જુન કપૂર, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા ગોવામાં પરિવાર સાથે રજાઓ માણી રહ્યા છે. અહીં તેમની સાથે યોગ ટ્રેનર અને અન્ય મિત્રો પણ છે. હાલમાં જ મલાઈકા અને અર્જુનની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં કપલ બીચ પર  ફરતું જાેવા મળે છે.

તસવીરમાં અર્જુન અને મલાઈકા વ્હાઈટ રંગના કપડાંમાં ટિ્‌વનિંગ કરતા જાેવા મળે છે. અર્જુન અને મલાઈકા એકબીજા સાથે સમય વિતાવાની એકપણ તક જતી નથી કરતાં. આ પહેલા મલાઈકા અર્જુન સાથે દિવાળી સેલિબ્રેટ કરવા માટે ધર્મશાળા પહોંચી હતી. અહીં એક્ટર આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.