Western Times News

Gujarati News

કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યુટી ચેરમેન ધર્મેગૌડાનો મૃતદેહ રેલવે ટ્રેક પર મળ્યો

બેંગલુરુઃ કર્ણાટક વિધાન પરિષદના ઉપસભાપતિ એસ.એલ. ધર્મેગૌડાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. જેડીએસ ધારાસભ્યનો ક્ષત વિક્ષત મૃતદેહ મધ્ય કર્ણાટકની પહાડીઓમાં તેમના ગૃહ નગર ચિકમગલૂરની પાસે રેલવે ટ્રેક પર મળી આવ્યો છે.

એસ.એલ. ધર્મેગૌડા સાથે જોડાયેલા સૂત્રોએ News18ને સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે તેઓ વધુ જાણકારી મેળવવા માટે મામલાની તપાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેમનો મૃતદેહ વહેલી પરોઢે 2 વાગ્યે (29 ડિસેમ્બર)ની આસપાસ મળી આવ્યો હતો. 64 વર્ષીય ગૌડા હાલમાં જ કૉંગ્રેસના સભ્યો દ્વારા ઉચ્ચ સદનમાં તેમને ઘેર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. કૉંગ્રેસ સભ્યોનો આરોપ હતો કે તેઓ ગેરકાયદેસર રીતે સત્રની અધ્યક્ષતા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કેટલાક કૉંગ્રેસ સભ્યો દ્વારા તેમને ખુરશીથી (અધ્યક્ષની સીટ) ઘસેડવામાં આવ્યા હતા. કૉંગ્રેસના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે તેઓએ સત્તારૂઢ બીજેપીની સાથે મળી ઉચ્ચ સદન અધ્યક્ષ પ્રતાપચંદ્ર શેટ્ટીને બહાર કરી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.