12 વર્ષની બાળકીને પેટમાં દુખાવો ઉપડ્યો, ઢીંગલા રમવાની ઉંમરે બની માતા
જોધપુર, રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 11 વર્ષની બાળકીએ એક પુત્રને જન્મ આપ્યો છે. સોમવારે ઉમૈદ હોસ્પિટલમાં આ ડિલિવરી પછી બાળકીએ તેની સાથે જે બન્યું તે તમામ હકિકત પરિવારને જણાવી હતી. પરિવારના રિપોર્ટ પર પોલીસે 9 મહિના પહેલા બળાત્કાર ગુજારનાર આરોપીની ધરપકડ કરી હતી. સગીર બાળકીના પિતાનું 2 વર્ષ પહેલા અવસાન થયું છે.
એએસપી દિપક શર્માએ જણાવ્યું હતું કે 11 વર્ષ 7 મહિનાની બાળકી ધોરણ 6માં ભણતી વિદ્યાર્થીની છે. આશરે 8થી 9મહિના પહેલા તેના પડોશમાં રહેતા 3૦ વર્ષિય અરવિંદ મેઘવાલે તેનો મોબાઈલ બતાવવાના બહાને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. યુવતીએ ડરીને પરિવારને તેની જાણ કરી નહોતી.
રવિવારે તેની તબિયત લથડતાં પરિવારજનો તેને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોકટરોને તેની ગર્ભાવસ્થા વિશે જાણ થઈ હતી. આ પછી પીડિતાને ઉમેદને હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. આ ડિલિવરી પછી યુવતી અને તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. હોસ્પિટલના વહીવટીતંત્રે પોલીસને આ માહિતી આપી હતી, ત્યારબાદ પરિવારના સભ્યો હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને લેખિત રિપોર્ટ આપીને આ ઘટનાક્રમની જાણકારી આપી હતી.
પોલિસે ફરિયાદ મળતાં આરોપી અરવિંદને કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 376 એ, 376 બી અને 5/6 પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ ભોપાલગઢના ડીએસપી ધર્મેન્દ્ર ડુકિયા કરી રહ્યા છે.