બેટરી સંચાલિત થ્રી વ્હીલર પર રૂ.૪૮ હજારની સબસીડી મળશે
અમદાવાદ, બેટરી સંચાલિત થ્રી વ્હીલરના ઉપયોગ માટે સહાય યોજના જાહેર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઇલેકટ્રીક વાહન માટે રૂ. ૪૮૦૦૦ની સહાય આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા પાત્રથા ધરાવતા લાભાર્થીઓએ તા.૧૫ મીમાર્ચ, ૨૦૨૧ સુધીમાં શરતો મુજબ બેટરી સંચાલિત ત્રિ-ચક્રી વાહન ખરીદવાનું રહેશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજના અંગે જણાવ્યુ છે કે, જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના નિલર્સ તથા જેડાની વેબસાઇટ પરથી અરજી પત્રક ઉપલબ્ધ થશે. અરજીપત્રક ભરનાર અરજદારે આધારકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજાે જાેડવાના રહેશે. આ યોજનાનો લાભ વ્યક્તિગત અને સંસ્થાકીય લેવાનો રહેશે. તા.૧૫ માર્ચ, ૨૦૨૧ સુધીમાં મોડેલની પસંદગી કરી અરજીપત્રક જમા કરાવવાના રહેશે.
રાજ્ય સરકારે આ વાહનો માટે રૂપિયા ૪૮ હજારની સબસીડી આપવાની જાહેરાત કરી છે. જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેન્ક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી સબસીડી જમા થઇ જશે. શુદ્ધ હવા કલાયમેન્ટ ચેન્જ વિભાગની એક દશકની કામગીરી-ભાવિ રોડ મેપના દસ્તાવેજ પુસ્તક-કોમ્પોડીયમનું ઈ લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત થ્રી વ્હીલરના ઉપયોગ વધુ પ્રમાણમાં લોકો કરતાં થાય તે માટે ઉપરોક્ત યોજના જાહેર કરવામાં આવી છે.
વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. બેટરી સંચાલિત વાહનોના ચાજગની માળખાકીય સુવિધાઓ ઊભી કરાઇ છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને ગુજરાત ગેસ સાથે સીએનજી જેવા સ્વચ્છ ઇંધણનો વાહન વ્યવહારમાં ઉપયોગ વધારવા પ્રયાસ કરાયા હતા.