Western Times News

Gujarati News

આડેધડ પદ્ધતીથી વાયરસનો નવો પ્રકાર આવે છે : ICMR

નવી દિલ્હી: ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસચએ મંગળવારે ચેતવણી આપતા કહ્યું હતું કે કોરોનાની સારવારમાં જે નિર્ધારીત ન હોય તે પ્રકારે મનઘડત રીતે સારવાર કરવાથી વાયરસ પર ઇમ્યુન પ્રેસર વધે છે.

જેનાથી તે પોતાનું સ્વરુપ બદલે છે અને વાયરસનું આ મ્યુટેશન પછી સત્તાવાર સારવાર પદ્ધતિને પણ રિસ્પોન્સ નથી આપતું અને અનટ્રિટેબલ બની જાય છે. આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાગર્વએ કહ્યું કે ત્યાં સુધી કે રસીકરણ દરમિયાન પણ રસીને આપવાની ખાસ પદ્ધતિનો ખૂબ જ સાવધાની પૂર્વક અનુસરણ કરવું પડશે

કારણ કે રસીના કારણે વાયરસની પોતાની ઇમ્યુન સિસ્ટમ પર દબાણ વધશે. વેક્સીન વાયરસ સામે લડવામાં ફ્રન્ટ રનર હોય છે. તે વાયરસના એસ પ્રોટીન સાથે સાથે તેના એમ-આરએનએને પણ ટારગેટ કરે છે

પરંતુ અમે શોધ્યું કે તે સતત ઇફેક્ટિવ રહે છે. આપણે રસીકરણ દ્વારા વાયરસમાં થતા કોઈ પણ પ્રકારના રોગપ્રતિકારક બદલાવને લઈને સાવધાન રહેવું પડશે. મહત્વનું છેકે કેન્દ્ર સરકારે દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ માટે ચાર જુદા જુદા રાજ્યો ગુજરાત, આસામ, આંધ્ર પ્રદેશ અને પંજાબમાં બે દિવસ ૨૮ અને ૨૯ ડિસેમ્બર માટે બે દિવસની ટ્રાયલ યોજી હતી.

જેમાં રસીકરણ કાર્યક્રમ માટેની તમામ મશીનરીની કાર્યક્ષમતા અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. ભાર્ગવે કહ્યું કે શ્વસનતંત્રના વાયરસમાં જેનેટિક ફેરફાર થતા જ રહેતા હોય છે. પરંતુ વાયરસના આ ફેરફારની ઝડપી ગતિ ખરું ચિંતાનું કારણ છે. તેમણે કહ્યું કે, શ્વસન તંત્રના વાયરસમાં જેનેટિક ફેરફાર થતા હોય છે. થોડા થોડા સમયાંતરે નાના-નાના ફેરફાર જાેવા મળ્યા છે. પરંતુ એક જ વારમાં ઘણા બધા ફેરફાર થવા તે ઝડપી પરિવર્તન દર સૂચવે છે.

જેમ યુકેમાં થયું. તો આ જ ચિંતાનું મોટું કારણ છે. અમે ભારતમાં રહેલા વાયરસમાં આવતા નવા ફેરફાર માટે સતત પ્રયોગ અને ટેસ્ટિંગ કરતા જ રહીએ છીએ. કોવિડ-૧૯ની સારવાર માટે નિશ્ચિત કરવામાં આવેલ સારવાર પદ્ધતિથી અલગ જાે કોઈ પ્રકારે સારવાર કરવામાં આવે છે તો તેનાથી વાયરસની પોતાની ઇમ્યુન સિસ્ટમ પર ભારણ વધે છે. જેનાથી વાયરસ મ્યુટેશન તરફ આગળ વધે છે. નિષ્ણાંતો કહે છે કે, વાયરસની ઇમ્યુન સિસ્ટમ પરનું પ્રેશર વાતાવરણને અનુલક્ષીને પણ હોઈ શકે છે.

પરંતુ તે ઘણીવાર સારવાર પદ્ધતિ, દવાનો વધુ પડતો ઉપયોગ પણ તેનામાં ડ્રગ રેઝિસ્ટન્સી ઉત્પન્ન કરે છે. ભાગર્વે અંતે કહ્યું કે ‘તેથી આ અમારી સાયન્ટિસ્ટ કોમ્યુનિટી માટે પણ ખૂબ જ જરુરી છે કે અમે વાયરસ પર વધુ પડતું ઇમ્યુન પ્રેશર ન મૂકીએ અને તેની સારવામાં એક નિશ્ચિત માત્રામાં દવાઓના ઉપયોગ સાથેની સારવાર પદ્ધતિને જાળવી રાખામાં આવે. તેનાથી ધીરે ધીરે ચોક્કસ ફાયદો મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.