પતિને યાદ કરતાં ૨૦૨૦ને નીતૂએ રોલર કોસ્ટર ગણાવ્યું
મુંબઈ: ૨૦૨૦નું વર્ષ ક્યારે પૂરું થશે તેની સૌ કોઈ આતુરતાથી જાેઈ રહ્યું છે, કારણ કે આ વર્ષ દરેક માટે મુશ્કેલીભર્યું રહ્યું. ૨૦૨૧ની શરૂઆતને આડે હવે માત્ર ત્રણ દિવસની જ વાર છે ત્યારે નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર ચાલુ વર્ષ દરમિયાન આવેલા ઉતાર-ચડાવ વિશે વાત કરી છે.
તેમણે આ સાથે ન માત્ર પોતાના દિવંગત પતિ ઋષિ કપૂરને યાદ કર્યા, પરંતુ હંમેશા સપોર્ટ સિસ્ટમ બનીને પડખે ઉભા રહેનારા દીકરા રણબીર અને દીકરી રિદ્ધિમા માટે પ્રેમથી ભરપૂર નોટ પણ લખી છે. તેમણે પતિ સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં બંને કેમેરા સામે જાેઈને પોઝ આપી રહ્યા છે. બંનેના ચહેરા પર સ્મિત જાેવા મળી રહ્યું છે.
આ તસવીરની સાથે તેમણે લખ્યું છે કે, ‘૨૦૨૦નું વર્ષ રોલર કોસ્ટર જેવું રહ્યું. જ્યારે તમે છોડીને ગયા ત્યારે લાગ્યું કે કોઈ હરણ પકડાઈ ગયું છે અને ક્યા જવું તેની તેને ખબર નથી. તે સમયે કેથેરિટીક હતું કારણ કે તેણે મને આગળ વિચારવાનો સમય આપ્યો. ત્યારબાદ કોરોના આવી ગયો.
મારા ક્યૂટી વગર હું આમાથી પસાર થઈ શકત નહીં. આ વર્ષે ૩૦ એપ્રિલના રોજ ઋષિ કપૂરનું અવસાન થયું હતું. ઋષિ કપૂર લગભગ બે વર્ષ સુધી કેન્સર સામે લડ્યા હતા. કેન્સરની સારવાર માટે એક વર્ષ તેઓ ન્યૂયોર્ક પણ રહ્યા હતા. ઋષિ કપૂરના નિધનના સાત મહિના બાદ દીકરા રણબીર અને દીકરી રિદ્ધિમાના કહેવા પર નીતૂ કપૂરે ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું છે.
નીતૂ કપૂરે હાલમાં જ ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ પતાવ્યું છે. આ ફિલ્મમાં નીતૂ કપૂર સાથે અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. નીતૂ કપૂર, વરુણ ધવન, મનીષ પોલ અને ડાયરેક્ટર રાજ મહેતા કોરોના પોઝિટિવ આવતા આ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવાયું હતું.
ઋષિ કપૂરની વાત કરીએ તો તેમના નિધન બાદ એક પણ તહેવાર એવો નથી ગયો જ્યારે તેમના પરિવારના સભ્યોએ તેમને યાદ ન કર્યા હોય. ૨૫મી ડિસેમ્બરે કપૂર પરિવાર લંચ માટે ભેગો થયો હતો. ત્યારે પણ તેમના ભાઈ રણધીર કપૂરે કહ્યું હતું કે, ‘આખો પરિવાર એકસાથે એક છત નીચે હતો, આ ખૂબ આનંદની લાગણી હતી.