જાહેર સ્થળોએ C.C.T.V. કેમેરા કાર્યરત રાખવા આદેશ
પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેરની હકુમત સિવાયના અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આવેલા જાહેર સ્થળોમાં સીક્યુરીટી ગાર્ડ અને C.C.T.V. કેમેરા કાર્યરત કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી હર્ષદ વોરા એ જાહેરનામામાં જણાવ્યું છે.
શોપીંગ મોલ્સ, કોર્મશિયલ સેન્ટરો, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, લોજીંગ, બોર્ડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, બહુમાળી બિલ્ડીંગ વગેરે તમામ સ્થળોએ C.C.T.V. રેકોર્ડિંગ ચોવીસે કલાક કાર્યરત રાખવા તેમજ તેની જાળવણી પંદર દિવસ સુધી કરવી. તા. ૦૪-૦૨-૨૦૨૦ સુધી અમલી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાપાત્ર કરશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.