વેપારીઓને જૂના મોબાઇલના ખરીદ-વેચાણના રજીસ્ટરો નિભાવવા આદેશ
પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેરની હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વેપારીઓને જૂના મોબાઇલના ખરીદ અને વેચાણના નિયત રજીસ્ટરો નિભાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમદાવાદે આદેશ ફરમાવ્યો છે.
જૂના મોબાઇલ ખરીદતી અને વેચતી વખતે વેપારીઓએ અનુક્રમ નંબર, મોબાઇલ વેચનાર-ખરીદનારનું નામ, સરનામુ તેમજ સંપર્ક નંબર, મોબાઇલની વિગત-કંપની,IMEI નંબર, મોબાઇલમાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા નંબર,ID પ્રુફની વિગત, મોબાઇલ વેચનાર અને ખરીદનારનો તાજેતરનો ફોટોની વિગતો સાથેનું રજીસ્ટર તૈયાર કરી નિભાવવાનું રહેશે.
તા. ૦૪-૦૨-૨૦૨૧ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર ભારતીય ફોજદારી ધારાની કલમ- ૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર બનશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.