કોલકાતા-કર્ણાટકમાં મળી આવ્યા ઘાતક વાયરસના નવા સ્ટ્રેનના દર્દીઓ
નવી દિલ્હી, ભારતમાં જીવલેણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો કાળમુખો પંજો પગપેસારો થઈ રહ્યો છે. યુકે ભારત પરત ફરેલા 20 યાત્રીઓમાં અત્યાર સુધી વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ પહેલા થોડાક દિવસો પહેલા દેશના અલગ અલગ ભાગોમાં જ આવા 6 કિસ્સાઓ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી હાહાકાર મચ્યો છે. આ વાયરસ સામે આવ્યા બાદ ભારતે બ્રિટનથી આવવાળી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કોલકાતામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો મામલો સામે આવ્યો છે. યુકેથી પરત ફરેલા એક વ્યક્તિમાંથી નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે, જેને હાલ સારવાર હેઠળ રાખવાની સાથે સાથે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. તેના જીનોમ સ્કિવેંસિંગની તપાસમાં આ નવા સ્ટ્રેનની ઓળખ સામે આવી હતી, આ શખ્ત ગત અઠવાડિયોજ યુકેથી પરત ફર્યો હતો.
કર્ણાટકાના સ્વાસ્થ્યમંત્રીએ જાણકારી આપી છે કે રાજ્યમાં 7 લોકોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનું લક્ષણ જોવા મળ્યું છે. જેમાં 3 બેંગલોર અને 4 શિમોગાના રહેવાસી છે. જે લોકો શિમોગામાં પોઝિટીવ આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા ઘણા લોકોને પણ વાયરસનો ચેપ લાગ્યો છે. આરોગ્ય તંત્ર આ મામલે અતિ ગંભીર છે.