Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા

શ્રીનગર, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના લાવેપુરા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતાં સુરક્ષા દળોનું હાલ તલાશી અભિયાન ચાલુ છે. જયારે સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી)ની પાસે દબ્બી ગામમં એક આતંકી સ્થળોનો ભંડાફોડ કરતા હથિયાર કારતુસ અને વિસ્ફોટક સામગ્રી પણ કબજે કર્યો છે.

કાશ્મીર જાેન પોલીસે પહેલા જ આ ઓપરેશનમાં એક આતંકવાદીના માર્યા જવાની માહિતી આપી હતી પરંતુ બાદમાં કહેવામાં આવ્યું હતું કે સુરક્ષા દળોએ બે વધુ આતંકીઓને ઠાર માર્યા હતાં અને તલાશી અભિયાન શરૂ કર્યું છે.બીજી તરફ સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે દબ્બી ગામમાં એક આતંકી સ્થળોનો ભંડાફોડ કરતા હથિયાર કારતુસ અને વિસ્ફોટક સામગ્રી કબજે કરી છે. અધિકારીઓએ કહ્યું કે રવિવારે ધરપકડ કરવામાં આવેલા આતંકીઓના સાથીઓના ખુલાસાના આધાર પર કરવામાં આવેલ દરોડામાં આતંકી સ્થળોનો ભંડાફોડ કરવામાં આવ્યો.

પુંછના વરિષ્ઠ પોલીસ અધીક્ષક રમેશકુમાર અંગરલે કહ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાએ મેંઢર સબ ડિવિઝનના બાલાકોટ સેકટરના દબ્બીમાં એલઓસીની પાસે ઝાંડીઓમાં છુપાવીને રાખેલ બે પિસ્તોલ ૭૦ કારતુસ અને બે ગ્રેનેડ કબજે કર્યા હતાં તેમણે કહ્યું કે પાકિસ્તાનથી જાેડાયેલ આતંકીઓના ત્રણ સાથીઓની રવિવારે ધરપકડ કરવામાં આવ્યા બાદ ખુલાસા બાદ આ અભિયાન ચલાવવાાં આવ્યું હતું તેમણે કહ્યું કે આતંકી સંગઠન પુછમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાની ફિરાકમાં હતાં પરંતુ સેના અને પોલીસે તેમના ઇરાદાને નિષ્ફળ કરી દીધા હતાં.

૨૦૨૦માં સુરક્ષા દળોએ ૨૦૩ આતકીઓને ઠાર માર્યા
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવેલા૨૦૩ આતંકવાદીઓમાંથી ૧૬૬ સ્થાનિક આતંકવાદી સામેલ હતાં સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ દરમિયાન ૪૩ નાગરિકોના પણ મોત થયા જયારે ૯૨ અન્ય ઘાયલ થયા તેઓએ કહ્યું કે સુરક્ષા દળોએ આ વર્ષે ૪૯ આતંકવાદીઓની ધરપકડ કરી છે જયારે નવ આતંકીઓએ આત્મસમર્પણ કર્યું છે.

અધિકારીઓએ કહ્યું કે આ સંયુકત સુરક્ષા ગ્રિડમાં કામ કરી રહેલી આર્મી પોલીસ અને કેરિપુબના સમન્વિત પ્રયાસોનું પરિણામ છે તેઓએ કહ્યં કે જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે ૨૦૩ આતંકવાદીઓ માર્યા ગયા અને તેમાંથી ૧૬૬ સ્થાનિક હતા અને ૩૭ પાકિસ્તાની કે પછી વિદેશી મૂળના હતાં.

અધિકારીઓએ કહ્યું કે ૨૦૨૦માં આતકંવાદ સંબંધી ૯૬ ઘટનાઓ બની તેઓએ કહ્યું કે આ ઘટનાઓમાં ૪૩ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો છે જયારે ૯૩ અન્ય ધાયલ થયા છે તેઓએ કહ્યું કે હતાહત નાગરિકોની સંખ્યા ૨૦૧૯ની સરખામણીમાં ઓછી છે ગયા વર્ષે ૪૭ નાગરિકોના મોત થયા હતાં અને ૧૮૫ અન્ય ઘાયલ થયા હતાં સુત્રોએ કહ્યું કે ૨૦૨૦ દરમિયાન ૧૪ આઇઆઇડી જપ્ત કરવામાં આવ્યા છે જયારે ૨૦૧૯માં ૩૬ આઇઆઇડી જપ્ત કરવામાં આવ્યા હતાં જયારે જમ્મુ કાશ્મીરમાં ૨૦૧૯માં સુરક્ષા દળોએ ૧૨૦ સ્થાનિક અને ૩૨ પાકિસ્તાની મૂળના સહિત કુલ ૧૫૨ આંતકીઓ ઠાર મરાયા હતાંજયારે ૨૦૧૮માં ૨૧૫ આંતકી ઠાર મરાયા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.