Western Times News

Gujarati News

જાહેરનામાનાં ભંગ બદલ રાજયમાં ૭ દિવસમાં ૮.૩૬ કરોડથી વધુનો દંડ ઉઘરાવાયો

૩રપ૦થી વધુ ગુના નોંધી ૭૦૪પ વ્યક્તિઓની અટક

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં કોવીડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાએ નિયમોનો ચૂસ્તપણે અમલ થાય એ માટે પોલીસને આદેશો આપ્યા હતા જે અંતર્ગત સમગ્ર રાજયમાં પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલિંગ કરીને સોશીયલ ડિસ્ટન્સીંગ તથા માસ્કના નિયમોનું પાલન કરાવવા ઉપરાંત માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને પગલે રાજયમાં ફકત પાંચ જ દિવસમાં પોલીસે ર૪૦૦થી વધુ ગુના દાખલ કરીને પ.૮૯ કરોડથી વધુની રકમનો દંડ ઉઘરાવ્યો છે.

કોરોનાની મહામારી ફેલાતા સમગ્ર રાજય હાલમાં પોલસની સીધી દેખરેખ હેઠળ છે. પોલીસ દ્વારા મોટા જંકશનો તથા મહત્વના સ્થળોએ પોઈન્ટ બનાવીને ક્યાંય ભીડ એકત્ર ન થાય કે કોરોના બિમારીનું સંક્રમણ ન વધે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહયા છે. નાગરીકો પણ આ પરિસ્થિતિ પ્રત્યે જાગૃત અને જવાબદાર બને એ માટે સરકાર દ્વારા ગાઈડલાઈન નકકી કરવામાં આવી છે અને કેટલાંક નિયમો ઘડવામાં આવ્યા છે.

જેને પગલે રાજયના ડીજીપી આશીષ ભાટીયાએ આ તમામ નિયમોનો પાલન કડક રીતે થાય એ માટે પોલીસને આદેશો આપ્યા છે જેને પગલે પોલીસ દ્વારા બેજવાબદાર બનીને માસ્ક ન પહેરતા, કફર્યુ દરમિયાન બહાર નીકળતા, જાહેરમાં થુંકતાં અને અન્ય જાહેરનામાઓના ભંગ કરતા નાગરિકો વિરુધ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને પગલે સમગ્ર રાજયમાં ગત ર૩થી ર૭ ડિસેમ્બર દરમિયાન ફકત પાંચ દિવસમાં કુલ ર૪૧પ ગુના દાખલ કરીને પ૯,૧૮૮ વ્યક્તિઓ પાસેથી પ કરોડ ૮૯ લાખ ૩પ હજાર રૂપિયાનો અધધધ દંડ ઉઘરાવવામાં આવ્યો છે. જયારે ૪૯૮૬ વ્યક્તિઓની અટક કરવામાં આવી છે ઉપરાંત ૪૩૮૬ જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ રાજય પોલીસ દ્વારા લોકડાઉનથી હાલ સુધી કાર્યવાહી કરીને ઉઘરાવેલી દંડની રકમનો રૂપિયા પ૦ કરોડ જેટલો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો જયારે ર૧ અને રર ડિસેમ્બરે પણ આજ ગુનાઓ બાબતે રૂપિયા ર કરોડ ૪૬ લાખ બોત્તેર હજાર ઉઘરાવ્યા હતા. એટલે કે ફકત સાત દિવસમાં આઠ કરોડ ૩૬ લાખથી વધુનો દંડ ઉઘરાવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.