IRCTC માર્ચ ૨૦૨૧ માં બે ભારત દર્શન ટ્રેનો ચલાવશે, રાજકોટથી શરૂ થશે
ભારત સરકારની પહેલ “લોકલ ફોર વોકલ” અને રેલવે મંત્રાલયના સહયોગથી ફરી એકવાર મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC), રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ કરવામાં આવી છે.
IRCTC પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર શ્રી રાહુલ હિમાલયન એ વિડિઓ કોન્ફરન્સ માં જણાવ્યું હતું કે IRCTC ફેબ્રુઆરી ૨૦૨૧ માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧ માં બે ભારત દર્શન ટ્રેનો ચલાવે છે. આ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે. આ યાત્રા બહુજ કિફાયતી ટિકિટ માં ઉપલબ્ધ છે.
જેમાં ટ્રેન મુસાફરી, ભોજન (નાસ્તો, બપોરના ભોજન અને રાત્રિભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈકામદારોની સુરક્ષા અને અનાઉન્સમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ રહેશે. www.irctctourism.com પર તેની માહિતી અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશે .
શ્રી રાહુલ હિમાલયન એ એમ પણ કહ્યું હતું કે ઉપરોક્ત બધી ટ્રેનો માં કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
મુસાફરોના બજેટને ધ્યાનમાં રાખીને રાહત દરે IRCTC ફેબ્રુઆરી 2021 અને માર્ચ 2021 માં ચાર ટ્રેન પ્રવાસની માહિતી નીચે મુજબ છે :
પ્રવાસની વિગતો | મુસાફરીની તારીખ | દર્શન સ્થળ | પેકેજ ટેરિફ: – (જીએસટી સહિત) સ્ટાન્ડર્ડ (SL) અને કમ્ફર્ટ (3 AC) | |
દક્ષિણ દર્શન પિલગ્રીમ વિશેષ ટ્રેન (WZPSTT03A) | 14.02.2021 થી 25.02.2021 સુધી | નાસિક, ઔરંગાબાદ, પરલી, કુર્નૂલ ટાઉન, રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી |
RS.11,340/- ઉપલબ્ધ બર્થ -330 |
RS.18,900/- ઉપલબ્ધ બર્થ – 350 |
નમામી ગંગે પિલગ્રીમ વિશેષ ટ્રેન (WZPSTT04A) | 27.02.2021 થી 08.03.2021 સુધી |
વારાણસી, ગયા, કોલકાતા, ગંગા સાગર, પુરી, |
RS.9,450/- ઉપલબ્ધ બર્થ -330 |
RS.15,750/- ઉપલબ્ધ બર્થ – 350 |
કુંભ હરિદ્વાર ભારત દર્શન (WZBD297) | 06.03.2021 થી 14.03.2021 સુધી | મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી |
Rs. 8,505/- ઉપલબ્ધ બર્થ -800 |
Rs. 10,395/- ઉપલબ્ધ બર્થ -64 |
દક્ષિણ ભારત દર્શન (WZBD298)
|
20.03.2021 થી 31.03.2021 સુધી | રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરૂપતિ, મૈસુર |
Rs. 11,340/- ઉપલબ્ધ બર્થ -800 |
Rs. 13,860/- ઉપલબ્ધ બર્થ -64 |
વિશ્વવ્યાપી કોવિડ -19 સમસ્યાને ધ્યાનમાં રાખીને, બધા કોવિડ સલામતીનાં પગલાં IRCTC દ્વારા અપનાવવામાં આવશે. મુસાફરોને સુખદ ધાર્મિક યાત્રા કરાવામાં આવશે. મુસાફરો ની યાત્રા સુખદ બનાવવા માટે “રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કોવીડ-19 ની સુરક્ષાના નિયમો ના પાલન માટે યાત્રીઓ પાસે અપેક્ષા રાખીએ છીએ.” અને તેમની યાત્રાને આનંદપ્રદ બનાવવા માટે IRCTC સાથે સહયોગ આપવાની વિનંતિ છે.