તમને કંઈ ભાન છે કે નહિ ?
એકવાર બૌધિસત્વે વિદ્વાન સાધુનો જન્મ ધારણ કર્યો હતો એ જન્મ વેળાએ વારાણસીનો રાજા બ્રહ્મદત્ત એનો શિષ્ય બન્યો હતો. બૌધિસત્વ ત્યાં રહેતા અને રાજકુળને ઉપદેશ આપતા.રાજયની સરહદ પર અશાંતિ જાગૃત થઈ. એ ઉપદ્રવ શમાવવા રાજા ત્યાં ગયો. તે પહેલાં પોતાની પટરાણી મુદ્દૃલક્ષણાને બોલાવી રાજાએ કહ્યું, ‘હે મુદુલક્ષણા ! આ સાધુની સેવા પ્રમાદ રહીત બનીને કરશે.’ રાજા તો પ્રજાના રક્ષણ માટે ગયો. સાધુ ભિક્ષા લે આવે તે પહેલાં મુદ્લક્ષણાએ સુગંધીત દ્રવ્યથી સ્નાન કરેલું પથારી પાથરીને સુઈ ગઈ. ત્યાં સાધુ આવ્યો. ઉતાવળથી ઝબકી જાગવાથી મુદુલક્ષણાની સાડી ખભા ઉપરથી ખસી ગઈ.
આ જાેઈને સાધુના મનમાં વિકાર પેદા થયો. તેનું ધ્યાન થઈ ગયું. ખાધા વિના તે પાછો ફર્યો અને મુદુલક્ષણાનો જાપ જપ લાગ્યો. રાજા પાછો આવ્યો અને સાધુની ખબર લીધી અને સાધુ દશા જાેઈ રાજાએ પૂછયુંઃ ‘મહારાજ ! આપને શું થયું છે ? સાધુ કહ્યું, ‘મનેકોઈ રોગ થયો નથી. કેવળ ચિત્તના વિકારને કારણે આસકત થઈ ગયો છું.’ મુદુલક્ષણા પર સાધુજી આસકત થયા છે. એમ જાણીને રાજા ગુસ્સે ન થયો.
રાજાએ મુદુલક્ષણા સાધુને આપી દેવાની ઈચ્છા વ્યકત કરી. પણ રાજાએ રાણીને કહ્યુંઃ ‘તારે તારા આત્મબળથી સાધુની રક્ષા કરવી જાેઈએ.’ મુદુલક્ષણાને લઈ સાધુ એક ઘરમાં રહેવા ગયા. સાધુએ રાજા પાસેથી ઘર માંગી લીધેલું. પણ ઘર અવાવરુ હતું, ગંદુ હતું.
મુદુલક્ષણાએ સાધુ પાસે તે આખું ઘર સાફ કરાવડાવ્યું. પછી કહ્યું,‘ રાજા પાસેથી કોદાળી, ટોપલી, ખાટલા, દીવો, પાથરણાં, માટલાં લાવો અને પાણી ભરી લાવો.’ આસકત સાધુએ બધું કર્યું. કામાસકત થયેલો શું ન કરે તે કહેવાય નહિ. પછી પથારી ઉપર બેઠેલા સાધુની દાઢી પકડી આખરે મુદુલક્ષણા બોલી, ‘સાધુજી તમને કંઈ ભાન છે કે નહી ?’ અને સાધુજી ચમકયા. હિમાલય ચાલ્યા ગયા અને મુદ્દલક્ષણા ને રાજાને સોપી દીધી. એક ક્ષણ મન વશ ન રહયું અને વર્ષોનું તપ અને ધ્યાન ભંગ થયું. માટે વનને વશ ન રહયું અને વર્ષોનું તપ અને ધ્યાન ભંગ થયું. માટે મનને વશ રાખો તો ધ્યાન સ્થિર રહેશે. સુખ અને દુઃખ મનનાં કારણોનું પરીણામ છે.