Western Times News

Gujarati News

દિલ્હીગેટ પાસે દેહવિક્રયતાના ધંધામાં યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા

ઘટના નજરે જાેનાર દુકાન માલીક દુકાન બંધ કરી ભાગી ગયો

સુરત,  દિલ્લી ગેટ ચાર રસ્તા નજીક કબીર મંદિરની બાજુમાં ગત રાત્રે અજાણ્યા યુવાનને ઍક મહિલા અને તેના મિત્રઍ માર મારી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. બનાવનીï જાણ થવાની સાથે જ મહિધરપુરા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે બનાવ અંગે સમગ્ર ઘટનાને નજરે જાનાર દુકાનદારની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રોગમિતાન કર્યા છે.

બનાવ અંગે મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ દિલ્લી ગેટ, કબીર હનુમાન મંદિરની પાછળ રહેતા કમલેશ શકઠુલાલ ગુપ્ïતા (ઉ.વ.૪૩) સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્લી ગેટ ચાર રસ્તા સ્થિત કબીર મંદિરની બાજુમાં લક્ષ્મી ઇમિટેશન નામે કટલરીની દુકાન ચલાવે છે. કમલેશભાઈ ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે દુકાનમાં હાજર હતા.

તે દરમિયાન તેની દુકાનની બાજુમાં સ્થાનિક વિસ્તારમાં આંટાફેરા મારતી મહિલા અને તેનો મિત્ર ઍક અજાણ્યા યુવાન ઝઘડો મારતા મારતા કમલેશની દુકાનની બાજુમાં લઇ ગયા હતા. જયાં મહિલાએ તેને લાતોથી મારમાર્યો હતો જયારે તેના મિત્રઍે કમરના ભાગેથી ચપ્પુ કાઢી અજાણ્યા યુવાનના પેટ અને છાતીના ભાગે ત્રણથી ચાર ઘા મારી દીધા હતા.

અજાણ્યો લોહીલુહાણ હાલતમાં પોતાનો જીવ બચાવવા માટે ભાગતી વખતે દિલ્લીગેટ બ્રીજ પાસે અંબિકા પેટ્રોલ પંપની સામે આવેલા ફુટપાથ ઉપર ઢળી પડ્યો હતો. હુમલો કર્યા બાદ હિના અને તેના મિત્ર પણ ત્યાંથી ભાગી ગયા હતા. આખી ઘટના કમલેશઍ પોતાની નજરે જાઇ હોવાથી તે ડરી ગયો હતો અને તુરંત જ દુકાન બંધ કરી ઘરે ચાલ્યો ગયો હતો.

બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસ તુરંત જ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. મહિધરપુરા પોલીસે કમલેશની ફરિયાદ લઈ મહિલા અને તેના મિત્ર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દેહવિક્રયના ધંધામાં ઝઘડો થતા હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની કવાયત હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.