સુરતમાં શહેરમાં ૫૨ અને ગ્રામ્યમાં કોરોનાના ૨૬ કેસ, કુલ કેસનો આંકડો ૪૯,૩૫૯ થયો
સુરત, છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખાસ્સુ ઘટયું છે આજે પણ બપોર સુધીમાં ૭૮ કેસ સપાટી ઉપર આવ્યા છે જેમાં શહેરમાં ૫૨ કેસ અને જિલ્લામાં ૨૬ કેસ નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધીમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૯,૩૫૯ ઉપર પહોîચી ગઈ છે. અને ૧૧૨૬ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે બાર વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા ૭૮ દર્દીઓ નોંધાયા હતા. અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોના પ્રોઝિટીવ દર્દીઓની સંખ્યા ૩૬,૮૫૧ ઉપર પહોîચી છે પરંતુ તેની સામે ૩૫૧૭૨ દર્દીઓઍ કોરોને મ્હાત આપતા ડિસ્ચાર્જ થયા છે. જાકે ૮૪૧ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જયારે સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૨૬ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.
જિલ્લામાં અત્યાર સુધી ૧૨,૫૦૮ પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે જેમાંથી ૨૮૫ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે ૧૧૮૬૮ દર્દીઓ કોરોના વાયરસની સામે જંગ જીત્યા હતા. આમ સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૯,૩૫૯ ઉપર પહોîચ્યો છે. જેમાંથી ૪૭,૦૪૦ દર્દીઓ સાજા થયા હતા જ્યારે કુલ ૧૧૨૬ પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા છે.