આમોદ તાલુકાના કુરચણ ગામે સગીરાની સતામણી કરનારા પાંચ છેલબટાઉ યુવકોને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામે સગીરાની સતામણી કરી તેના સંબંધીઓને માર મારવાની ઘટનામાં જંબુસર સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એસ એસ રાઠોડે પાંચ છેલબટાઉ યુવકોને પકડી પાડી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
બનાવની વિગત એવી કે આમોદ તાલુકાના કુરચણ ગામે રહેતી એક સગીરા સામે ગામના જ યુવાને જાતીય ઈશારા કરી સતામણી કરી હતી.જે બાબતે સગીરાની માતાએ તેને કહેવા જતા સોયબે સગીરાની માતાને ધક્કો મારી નીચે પાડી દીધી હતી.
જેથી સગીરાના પપ્પા તથા તેની દાદી દોડી આવતા સોયબે તેની ઈકો ગાડી માંથી લોખંડનો સળિયો સગીરાની દાદીને હાથ ઉપર મારી દીધો હતો અને તેના પિતાને માર માર્યો હતો.ત્યાર બાદ મુબારક તથા મુબ્બસીર દોડી આવ્યા હતા અને મુબારકે ફરિયાદીને બરડાના ભાગે લાકડીનો સપાટો મારી દીધો હતો.મુબ્બસીરે ફરિયાદીને ધિક્કાપાટુનો માર માર્યો હતો.
આ વખતે ફરિયાદીના બે સંબંધીઓ બચાવવા પડતા તેમને પણ ત્રણેયનું ઉપરાણું લઈ શોએબ દાઉદ તથા સમીરે દોડી આવી સંબંધીઓને પણ ધિક્કાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની તથા ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી.જેની તપાસ જંબુસરના સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એસ એસ રાઠોડ ચલાવી રહ્યા હતા.જે પાંચેય છેલબટાઉ યુવકોને ઝડપી પાડી તેમને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.