પ્રજાપતિ કુંભકાર સંઘ અરવલ્લી દ્વારા જરૂરિયાત મંદોને ધાબળાનું વિતરણ કરાયું
સમગ્ર ગુજરાતમાં શિયાળો હવે પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે દિવસે દિવસે ઠંડી વધી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી પણ કરવામાં આવી છે
ત્યારે અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જયંતીભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોડાસા ખાતે જરૂરિયાત મંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ, અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રી અરવિંદભાઈ પ્રજાપતિ, મહિલા અધ્યક્ષ આશાબેન પ્રજાપતિ, મહામંત્રી કેશુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પ્રજાપતિ ,વિજયભાઈ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહીને મોડાસા શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા જરુરીયાતમંદોના રહેણાંક વિસ્તારમાં જઈને ઠંડીથી બચવા ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું