Western Times News

Gujarati News

UP: બુલંદશહરની શાળામાં ધોરણ-10ના વિદ્યાર્થીએ પોતાના સાથીની ગોળી મારી હત્યા કરી

બુલંદશહર, ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં સૂરજભાન સરસ્વતી વિદ્યા મંદિર ઇન્ટર કોલેજમાં અભ્યાસ કરનાર ધોરણ-10ના એક વિદ્યાર્થીએ પોતાના સ્કૂલના સાથીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે ક્લાસમાં ખુરશી હટાવવાને લઈને વિવાદ થયો હતો, ત્યારબાદ હત્યાના આરોપી છાત્રએ કાકાની લાઇસન્સવાળી પિસ્તોલથી સનસનીખેજ ઘટનાને અંજામ આપ્યો હતો.

મહત્વનું છે કે જે સમયે વિદ્યાર્થીઓ પોતાના સાથીને ગોળી મારે તે સમયે શિક્ષક પણ ક્લાસમાં હાજર હતા. તે જણાવે છે કે ક્લાસમાં ભણાવી રહ્યો હતો, પરંતુ અચાનક બે વખત ફાયરિંગનો અવાજ આવતા ક્લાસમાં સન્નાટો છવાય ગયો. જ્યારે પાછળ જોયું તો એક વિદ્યાર્થીની લાશ પડી હતી અને બીજો વિદ્યાર્થી હાથમાં પિસ્તોલ લઈને ઉભો હતો. આ નજારો જોઈને વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ વચ્ચે હત્યા કરી વિદ્યાર્થી ભાગવા લાગ્યો હતો. પરંતુ તેને શિક્ષકે પકડી લીધો અને પોલીસને સોંપી દીધો હતો.

બુલંદશહેરના એસએસપીએ જણાવ્યું કે, 14 વર્ષનો આરોપી છાત્ર સૂરજભાન ઇન્ટર કોલેજ શિકારપુરમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. બુધવારે તેને પોતાના સાથી છાત્ર સાથે સીટ બાબતે ઝગડો થયો હતો. ત્યારબાદ બંન્ને વચ્ચે મારપીટ પણ થઈ હતી. આ વિવાદને કારણે આજે સવારે આરોપી છાત્ર પોતાના કાકાની પિસ્તોલ લઈને શાળાએ પહોંચ્યો હતો.

વિદ્યાર્થી પિસ્તોલને પોતાની બેગમાં છુપાવીને શાળાએ લાવ્યો હતો. સવારે જ્યારે પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં પહોંચ્યા અને ટીચરે પોતાના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું ત્યારે અચાનક આરોપી છાત્રએ ગોળી ચલાવી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવા સમયે રસ્તામાં જીવ ગુમાવ્યો હતો. હાલ આરોપી વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.