મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષની બાળકીની દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરાઇ
મુંબઇ, મહારાષ્ટ્રમાં રાયગઢ જીલ્લાના પેણ વિસ્તારમાં મંગળવારે રાતે ત્રણ વર્ષની બાળકીની દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હતી આરોપી દુષ્કર્મના બીજા મામલામાં જેલમાં બંધ હતો અને ૧૦ દિવસની પેરોલ પર બહાર આવ્યો હતો. બાળકીનો પરિવાર ખુબ ગુસ્સામાં છે અને તે આરોપીના એન્કાઉન્ટરની માંગ કરી રહ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે રાતે લગભગ ૧૧ વાગે ૩૨ વર્ષીય આરોપી આદેશ મધુકર પાટિલ શહેરના બહારી વિસ્તારના વડગામમાં એક આદિવાસી બસ્તીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે ત્રણ વર્ષની બાળકીને પોતાના માતા પિતાની સાથે સુતેલી જાેઇએ ત્યારબાદ પાટીલ બાળકીને ઉઠાવી ગયો આથી પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી આરોપીને લોકો બાળકીને દફનાવતા જાેઇ ગઇ આથી બુમાબુમ કરી આથી આરોપી ફરાર થઇ ગયો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલી આપી હતી જેમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો ખુલાસો થયો.
પેરોલ પર જેલમાંથી બહાર આવેલ દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે ત્રણ ટીમ બનાવી હતી અને તેને ગાગોડે ગામની બહારના વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો તે પહેલાથી જ જેલમાં હતો પરંતુ ૧૦ દિવસન પેરોલ પર બહાર આવ્યો હતો અન ેતેણે આ કૃત્ય કર્યું હતું.HS