Western Times News

Gujarati News

બાડમેર – યશવંતપુર સ્પેશ્યલ સાબરમતી સ્ટેશન પર રોકાશે

Files photo

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન થઇને ચાલનારી ટ્રેન નંબર 04806/04805 બાડમેર – યશવંતપુર સ્પેશિયલ ટ્રેનને સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છેઃ

ટ્રેન નંબર 04806 બાડમેર – યશવંતપુર સ્પેશિયલ, 04 જાન્યુઆરી 2021 થી દર ગુરુવારે 22.00 વાગ્યે બાડમેરથી ઉપડશે અને બીજા દિવસે 06:49 વાગ્યે સાબરમતી પહોંચશે અને 06:51 વાગ્યે યશવંતપુર જવા રવાના થશે. પરત ટ્રેન નંબર 04805 યશવંતપુર – બાડમેર સ્પેશિયલ, 07 જાન્યુઆરી 2021 થી દર સોમવારે 11.30 વાગ્યે યસવંતપુરથી ઉપડશે.

અને બીજા દિવસે 19.01 વાગ્યે સાબરમતી પહોંચશે અને 19.03 વાગ્યે બાડમેર જવા રવાના થશે. વિવિધ વિશેષ ટ્રેનોના સમય અને સમય અંગેની વિસ્તૃત માહિતી માટે,મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.