Western Times News

Gujarati News

શાળાઓમાં ૧૫મી જુને શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ :

વડોદરા નાયબ મ્યુનીસીપલ કમિશનરે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

વડોદરા  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત વડોદરાની શહેરી પ્રાથમિક શાળાઓમાં તા.૧૫મી જુનના રોજ શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવશે. નાયબ મ્યુનીસીપલ કમિશનરશ્રી પંકજ ઔંધીયાએ આજે શાસનાધિકારીશ્રી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સાથે બેઠક યોજીને તેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે શાળા પ્રવેશની ઉંમરના તમામ બાળકોનું નામાંકન થાય તે માટે સંપૂર્ણ કાળજી લઇને પરિણામદાયક આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે સોમવાર સુધીમાં શાળા પ્રવેશોત્સવની અસરકારક રૂપરેખા તૈયાર કરી દેવા સૂચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.