Western Times News

Gujarati News

સુરતમાં શેરબ્રોકરની કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી; આત્મહત્યા કરી હોવાની શંકા

પ્રતિકાત્મક

સંદિપ દાલમીયાનું મોત, ગાડીમાં ઓક્સિજનના બે બોટલ મળી-ગાડીમાંથી પોલીસને અંગ્રેજીમાં લખેલી સુસાઈટ નોટ મળી, આત્મહત્યા કરી હોવાની આશંકા

સુરત, અલથાણ સોહમ સર્કલ સોહમ રેસીડેન્સી પાસેથી ગઈકાલે રાત્રે પોણા આઠેક વાગ્યાના આરસામાં શેરબ્રોકરની તેની કારમાંથી મોઢા ઉપર ઓક્સિજન માસ્ક પહેરેલ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસને ગાડીમાં ઓક્સિજનની બે બોટલ અને પિતા-પત્નીના મોબાઈલ નંબર સાથે અંગ્રેજીમાં લખેલ સુસાઈટ નોટ પણ મળી આવી હતી. શેરબ્રોકરે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. આ ઉપરાંત ગઈકાલે વેલેન્ટાઈન સિનેમાની પાછળના રોડ ઉપર ઍક યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.

બનાવ અંગે ખટોદરા પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ અલથાણ સ્થિત આશિર્વાદ ઍન્કલેવમાં રહેતા ૩૭ વર્ષીય સંદિપ બજરંગલાલ રાધેશ્યામ દાલમીયા શેર માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

ગઈ કાલે મોડી સાંજે પોણા આઠેક વાગ્યાના આરસામાં સંદિપ દાલમીયાની તેના ઘર નજીક આવેલા સોહમ સર્કલ સોહમ રેસીડેન્સી પાસેથી ફોરવ્હીલ કારમાંથી રહસ્યમય સંજાગોમાં લાશ મળી આવી હતી.

થર્ટી ફસ્ટને લઈને ગઈકાલે મડી સાંજે પેટ્રોલીંગમાં ફરતી હતી તે વખતે સંદિપની તેની કારમાં મોઢા ઉપર ઓક્સિજનના માસ્ક પહેરેલ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. કારમાં ઓક્સિજનના બે બોટલ પણ હતી. કારનો દરવાજા અંદરથી લોક હતો.

પોલીસને સંદિપેની બાજુમાં સીટમાં ઍક અંગ્રેજીમાં લખેલ કાપલી મળી આવી હતી જેમાં તેના પિતા અને પત્નીનો મોબાઈલ નંબર પણ લખેલા હતા. પોલીસે તેના પિતાને ફોન કરી ગાડીની ચાવીને લઈેને સાથે બોલાવ્યો હતો આ સાથે સાથે ઈમરજન્સી ૧૦૮ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી.સંદિપના પિતા સ્થળ પહોચતા પોલીસે ગાડીનો દરવાજા ખોલી જાતા સંદિપની લાશને બહાર કાઢી પીઍમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સંદિપે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. પોલીસને કારમાંથી અંગ્રેજીમાં લખેલી ઍક સુસાઈટ નોટ ંમળી હતી જેમાં પિતા- અને પત્નીનો મોબાઈલ નંબર લખેલો હતો. પીઍમ કરનાર તબીબોઍ સેમ્પલો લીધા છે. સંદિપનું મોતïïનું સાચુ કારણ પીઍ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.  હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય બનાવની ઉમરા પોલીસના જણાવ્યા પ્રમાણે અજય રાજપુત (ઉ.વ.૨૬) નામના યુવક ગઈકાલે બપોરે બાર વાગ્યે ડુમસ રોડ વેલેન્ટાઈન સિનેમા પાછળથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. અજયને બેભાન હાલતમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેને ક્યાં કારણોસર પગલુ ભયુ તે જાણી શકાયું નથી. ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.