Western Times News

Gujarati News

ભિલોડાના જેસીંગપુર ગામમાંથી પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પ્રતિનિધિ ધ્વારા, ભિલોડા: એક તરફ શિયાળાની સિઝન દરમ્યાન કાતીલ તીવ્ર ઠંડીનો ચમકારો વધતા દેશી-વિદેશી દારૂની માંગનું પ્રમાણ વધી રહ્યું છે.બીજી તરફ ૩૧મી ડીસેમ્બરની ઉજવણી દરમ્યાન વિદેશી દારૂનું ચલણ વધતા પોલીસ ધ્વારા પ્રોહિબીશનની પ્રવૃત્તિ ડામવા સંદર્ભે પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે પોલીસ ધ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

ભિલોડા તાલુકાના જેસીંગપુર ગામમાંથી પોલીસ ધ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા ૩૧મી ડીસેમ્બરના રોજ રૂા.૯૦,૪૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. કે.કે.રાજપુત અને તેઓની પોલીસ ટીમ ધ્વારા જેસીંગપુર ગામના રહેણાંક વિસ્તારમાં નેરયુસ ઉર્ફે લાલો નગીનભાઈ ડામોરના ઘર પાછળની બાવળની ઝાડીઓમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલો,ક્વોટર મળી કુલ નંગ-૪૩૬ જેની કુલ કિંમત રૂા.૯૦,૪૦૦/- નો ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો પોલીસ ધ્વારા ઝડપી લેવાયો હતો.પોલીસએ પ્રોહિબીશન ઍક્ટ મુજબ બુટલેગર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.