Western Times News

Gujarati News

“દસ મીનીટમાં આવુ” કહીને પતિ ઘરેથી નિકળ્યો, લવમેરેજના બે દિવસમાં જ પત્નિને તરછોડી

પરિણીતાઍ પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોધાવી, સાસરીયાઓઍ દહેજમાં ૨૦ લાખની માંગણી કરી

સુરત, વેસુ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિઍ લવમેરેજના બે દિવસ પછી જ તરછોડી નાસી ગયો હતો.  દસ મીનીટમાં આવુ છું કહીને ઘરેથી નિકળ્યા બાદ પતિઍ પરત ઘરે આવ્યો ન હતો. અને મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. પરિણીતા પતિને શોધવા માટે ઘરેથી નિકળતી હતી ત્યારે તેના સાસરીયાઓઍ પતિ સાથે રહેવુ હોય તો માતા-પિતા પાસેથી રૂપીયા ૨૦ લાખ લઈને આવવાનું કહી શારીરીક માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી હતી.

મહિલા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ વેસુ વિજ્યા લક્ષ્્મીહોલ પાસે રહેતી અને અભ્યાસ કરતી ૧૯ વર્ષીય પરિણીતાઍ ગત તા ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ નવસારી આશાનગર અજીત સોસાયટીમાં રહેતા જય નીરજ જાગાણી સાથે લવમેરેજ કર્યા હતા.

લવમેરેજ હોવાથી સાસુ-સસરા તેનાથી નારાજ હતા છતાંયે પરિણીતા તેમને રાજી કરવા માટે તેમના આર્શીવાદ લેવા માટે ગઈ હતી. સાસુ સસરાઍ મીઠીમીઠી વાતો કરી હતી. જાકે બીજા દિવસથી સાસુ નેહાબેન જાગાણી અને સસરા નીરજ જાગાણી, પ્રણય પ્રદિપ ગાંધી અને વૈશાલી પ્રદિપ ગાંધી ઍકબીજાની મદદથી જયને પત્નીને છોડી દેવા માટે ચડાવવા લાગ્યા હતા. લગન્ના બે દિવસ પછી ઍટલે ૧૩ ડિસેમ્બરના રોજ જય પરિણીતાને હું 10 મિનિટમાં આવું છું. કહીને ઘરેથી નિકળી ગયો હતો.

ત્યારબાદ પરિણીતા પાસે પરત આવ્યા ન હતા અને મોબાઈલ પણ બંધ આવતો હતો. લવમેરેજ કર્યા હોવાથી પરિણીતાથી તેના માતા -પિતા પણ નારાજ થઈ બોલવાનું બંધ કરી દીધુ હોવાથી પરિણીતા નિસહાય નિરાધાર થઈ હતી. આખરે પરિણીતા હારી થાકીને પતિ જયને શોધવા માટે ઘરેથી નીચે ઉતરતા હતા તે વખથતે સાસુ-સસરા, માસી સાસુ ઘરે આવી ચાર કલાક સતત માનસીક ત્રાસ આપ્યો હતો.

તેમજ પરિણીતાને તું તારા રસ્તા પર ચાસલી જા હવે તુ અહીયાથી નીકળï, જયની જીંદગીમાંથી ચાલી જા તે દરમિયાન મામા સસરા પણ આવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને તારે જય સાથે રહેવુ હોય તો તારા માતા-પિતા પાસેથી રૂપિયા ૨૦ લાખ લઈને આવે તો જ તને મળવા દઈશું હોવાનુ કહી ત્રાસ આપ્યો હતો. તેમજ દાદર પરથી ધક્કો મારી નીચે ધકેલી મુકી હતી. બનાવ અંગે મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ પતિ સહિત સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.