ભારતમાં કોરોના વાયરસનાં નવાં સ્ટ્રેનનાં વધુ 4 કેસ નોંધાયા
નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસનાં નવા ખતરનાક સ્ટ્રેન હવે ભારતમાં પણ તેજ ગતિથી ફેલાઇ રહ્યો છે, આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારતમાં કોરોના વાયરસનાં નવા પ્રકારનાં વધુ 4 કેસ મળ્યા છે, ત્યાર બાદ દેશમાં આ દર્દીઓની કુલ સંખ્યા 29 પર પહોંચી ગઇ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાં લગભગ 20 હજાર નવા કેસ આવ્યો છે જો કે રાહતનાં સમાચાર છે કે આ દરમિયાન કોરોનાને માત કરનારાની સંખ્યા 23 હજારથી પણ વધુ છે, હાલ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 2 લાખ 86 હજારથી પણ વધુ થઇ ગઇ છે.
આ દરિયાન દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનીની સંખ્યા 98.83 લાખ જ્યારે રિકવરી રેટ વધીને 96.०8 ટકા થઇ ગયો છે, એક્ટિવ કેસોની સંખ્યા 3402 ઘટીને 2.54 લાખ રહ્યા અને તેનો દર 2.47 ટકા રહ્યો છે, આ સમયગાળામાં 256 દર્દીઓનું મોત થતા મૃત્યુઆંક વધીને 148994 થઇ ગયો જ્યારે મૃત્યુદર હજુ પણ 1.45 ટકા છે.