છ રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધી દેશના તમામ બેઘર પરિવારોને પાકા મકાન અપાવવાના લક્ષ્યની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જીંગ ઈન્ડિયા અંતર્ગત ૬ રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. નવા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પહેલો કાર્યક્રમ હતો. આ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાં ગરીબોને સરકાર સસ્તા, ભૂકંપરોધી અને મજબૂત પાકા મકાન અપાશે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુની પસંદગી કરવામાં આવી છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેરી વિભાગની મહત્વકાંક્ષી યોજના છે, જે હેઠળ લોકોને સ્થાનિક પરિસ્થિતિ અને ઇકોલોજીને ધ્યાનમાં રાખીને ટકાઉ મકાન આપવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સસ્તા અને મજબૂત મકાન બનાવવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં ફેક્ટરીએ જ બીમ-કોલમ અને પેનલ તૈયાર કરી સ્થળ પર લઇ જવામાં આવે છે. આને લીધે નિર્માણ ખર્ચ અને સમય બન્નેની બચત થાય છે. આને લીધે પ્રોજેક્ટ ખર્ચ ઘટે છે. આ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થનાર મકાન સંપૂર્ણ રીતે ભૂકંપરોધી હશે. લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં ટેક્નિકનો સર્વોત્તમ રૂપ જાેવા મળશે, જેનો ઉપયોગ જનકલ્યાણ માટે કરવામાં આવે છે. આ કાર્યક્રમને છ રાજ્યનો મુખ્યમંત્રીઓ પણ સંબોધ્યો હતો.SSS