શુભેન્દુના ભાઈ સૌમેન્દુ પણ ભાજપમાં જાેડાવાના સંકેત

કોલકાતા, પશ્ચિમ બંગાળના રાજકારણમાં પરિવર્તનના કમળ ખીલતા નજર આવી રહ્યા છે. મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનરજી સાથે મતભેદો પછી પાર્ટીના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારી તાજેતરમાં બીજેપીમાં જાેડાયા હતા. હવે તેમના ભાઇ સૌમેન્દુ અધિકારી પણ ટીએમસી છોડી બીજેપીમાં સામેલ થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલમાં જ સૌમેન્દુ અધિકારીને ટીએમસી નેતૃત્વ દ્વારા કોન્ટાઇ નગરપાલિકાના અઘ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા હતા.
તેમણે આ ર્નિણયને કલકત્તા હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સૌમેન્દુને પદથી હટાવ્યા બાદ ભાઇ શુભેન્દુએ દાવો કર્યો હતો કે તે કાઉન્સિલર્સ સહિત ૫૦૦૦ જેટલા કાર્યકર્તાઓ સાથે ટીએમસી છોડી બીજેપીમાં જાેડાશે.
ટીએમસી સાથે મતભેદો પછી સૌમેન્દુએ પણ સંકેત આપ્યા હતા કે તેઓ પોતાના ભાઇના પગલે ચાલશે અને ટીએમસી છોડી બીજેપીમાં સામેલ થશે.SSS