પુત્રના અભ્યાસ માટે પિતાએ બર્ગર વેચવાનો ધંધો શરુ કર્યો
અમદાવાદ: કોરોના મહામારીએ લોકોનું જીવન ઊંધુંચતું કરી નાખ્યું, અર્થતંત્રને ફટકો પડ્યો. ત્યારે ઓંગણજમાં રહેતા ૪૦ વર્ષીય દીપક વરાડિયાની કહાણી હજારો ભારતીયો જેવી જ છે. ઘણા નાગરિકોની જેમ મહામારીના કારણે જાહેર કરાયેલા લોકડાઉનમાં દીપક વરડિયાએ પણ નોકરી ગુમાવી.
તેઓ ચાંગોદરમાં આવેલા એક બેરિંગ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરતા હતા. મૂળ ગોંડલના દીપક વરાડિયા તેમના પત્ની ગીતા સાથે બે વર્ષ પહેલા અમદાવાદ શિફ્ટ થયા હતા. તેમના દીકરા વિવેકને સાલ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળતાં દંપતી અહીં રહેવા આવ્યું હતું.
જ્યારે દીપકભાઈએ નોકરી ગુમાવી ત્યારે તેમના મનમાં સૌથી પહેલો વિચાર દીકરાના ભણતરનો આવ્યો હતો. આર્થિક તંગીના કારણે સેકન્ડરીથી વધુ અભ્યાસ ન કરી શકનારા દીપકભાઈ, દીકરો પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થાય તેવું નહોતા ઈચ્છતા.
પરિવારને આર્થિક ટેકો આપવા માટે ૪૦ વર્ષીય દીપકભાઈએ નાની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જાે કે, દીપકભાઈની મુશ્કેલીઓને અંત આટલેથી જ ના આવ્યો અને કેન્સરના કારણે માતાપિતાની છત્રછાયા ગુમાવી.
૧૫ વર્ષ પહેલા પિતાનું અવસાન થયું હતું જ્યારે ચાર વર્ષ પહેલા માતાને ગુમાવ્યા હતા. માતાપિતાની કેન્સરની સારવારના ખર્ચે દીપકભાઈની કમર તોડી નાખી. ખર્ચને પહોંચી વળવા ઘર પણ વેચવું પડ્યું હતું.
વર્ષો સુધી મુશ્કેલીઓ વેઠ્યા પછી જ્યારે સ્થિતિ થોડી સુધરવા લાગી ત્યારે દીપકભાઈની નોકરી જતી રહી. આઘાત લાગ્યો પરંતુ તેઓ હિંમત ના હાર્યા અને બીજી નોકરી શોધવા લાગ્યા પણ અંતે સફળતા ના મળી. ત્યારે વિવેકે પિતાને ફૂડ બિઝનેસ શરૂ કરવાની સલાહ આપી હતી.
દીપકભાઈએ જણાવ્યું, “ચાર મહિના અમારા માટે કપરા રહ્યા હતા. અમે ઘરનું ભાડું આપી શકીએ તેવી સ્થિતિ પણ નહોતી. મને મારા મિત્રોએ મદદ કરી પરંતુ મને ખબર હતી કે આ લાંબા સમય સુધી નહીં ચાલે.
તેથી મારા દીકરાની સલાહ માનીને મેં ગોંડલમાં રહેતા મારા કઝિન ભાઈનો સંપર્ક કર્યો. મારો ભાઈ ત્યાં ખાણીપીણીની દુકાન ચલાવે છે. અમે અહીં બર્ગર વેચવાનો ર્નિણય લીધો. શરૂઆતમાં મારો ભત્રીજાે ગોંડલથી આવ્યો અને તેણે અમને આ બિઝનેસનો કક્કો શીખવ્યો અને બાકીનું અમે યૂટ્યૂબ પરથી બર્ગર બનાવવાના વિડીયો જાેઈને શીખ્યા. શરૂઆતના ૧૫ દિવસ પિતા-પુત્રએ તેમનો સ્ટોલ નવરંગપુરામાં ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ પાસે લગાવ્યો.