Western Times News

Gujarati News

વેક્સિનની સાઈડ ઈફેક્ટ થશે તો વળતર અપાશેઃ એમ્સ

નવી દિલ્હી,  ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનના પોતાના ઇમર્જન્સી ઉપયોગની છેલ્લી મંજૂરી ઉપર પ્રશ્નો ઊભા થતાં એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. ગુલેરિયાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે જે વ્યક્તિને કોવેક્સીનની રસી આપવામાં આવશે ત્યારબાદ કોઈ સાઈડ ઈફેક્ટ જાેવા મળશે તો વળતર આપવામાં આવશે. આવું ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન પણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ નેતા શશિ થરુરે રસીની ઈમર્જન્સી મંજૂરી ઉપર પ્રશ્ન ઉઠાવ્યો હતો. ભારત વાયોટેકની કોવેક્સીનના ત્રીજા ચરણની પરીક્ષણ અત્યાર સુધી થયું નથી. કોવેક્સીનને સમય પહેલા મંજૂરી આપતી ખતરનાક થઈ શકે છે. ડો. હર્ષવર્ધન આ સંબંધમાં સ્પષ્ટીકરણ આપે. કોરોના વેક્સીનના ટ્રાયલ પુરા થવા સુધી તેનો ઉપયોગ ન થવો જાેઈએ. ભારતે આ દરમિયાન એસ્ટ્રાજેનેકા વેક્સીનનો ઉપયોગ કરવો જાેઈએ.

એમ્સ પ્રમુખે કહ્યું કે જાે બ્રિટનના નવા સ્ટ્રેનથી ગંભીર પરિણામ થાય છે તો કોવેક્સીનને માત્ર બેકઅપ તરીકે ઉપયોગ કરવામાં આવશે. જાે આના કોઈ સાઈડ ઈફેક્ટ દેખાય છે તો તેના માટે વળતરની જાેગવાઈ પણ છે. એમ્સ નિદેશકે કહ્યું કે આ સમજાવવું મહત્વપૂર્ણ છે કે આપણે આ વેક્સીન ઉપર વિચાર કરીએ છીએ.

તો સુરક્ષા સર્વોપરી છે. એટલા માટે વેક્સીન વિવિધ તબક્કામાંથી પસાર થાય છે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે આ સુરક્ષિત છે. ત્યારે જ અમે માનવ પરીક્ષણો માટે આવીએ છીએ. બધા જ ડેટાઓનું વિશેષજ્ઞો દ્વારા ગંભીર રૂપથી જાેવામાં આવે છે. ત્યારબાદ જ વેક્સીનની મંજૂરી આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.