Western Times News

Gujarati News

ત્રણ મહિનાથી પગાર વગર ટળવળતા અરવલ્લી જીલ્લા સેવાસદનના સફાઈ કામદારો : જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર

અરવલ્લી જીલ્લામાં “દેવા તળે અંધારું” જેવી ઘટના બહાર આવી હતી અરવલ્લી જીલ્લા સેવાસદનમાં કોન્ટ્રાકટ પદ્ધતિ હેઠળ ફરજબજાવતા સફાઈ કામદારોને છેલ્લા ત્રણ મહિનાથી એજન્સીએ પગાર નહિ કરતા સફાઈ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવી હડતાલ પર ચાર દિવસ થી ઉતરી જતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા છતાં પગાર ન થતા ગુજરાત વાલ્મિકી સંગઠન સફાઈ કામદારોના સમયસર પગાર કરવા માટે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સફાઈ કામદારોનો પગાર સમયસર આપવાની માંગ કરી હતી સફાઈ કામદારો હડતાલ પર ઉતારતા જીલ્લા સેવાસદન કચેરીમાં ગંદકીના ઢગ ખડકાયા છે
મોડાસા શામળાજી રોડ પર આવેલા જીલ્લા સેવાદાન કચેરીમાં આવેલી જીલ્લા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને પશુ દવાખાનાઓમાં કોન્ટ્રાકટ એજન્સી મારફતે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ નો સમયસર પગાર ન થતા અગાઉ પણ સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા અને વાલ્મિકી સમાજના અગ્રણી લાલજી ભગતે દંડવત પ્રણામ સાથે આવેદનપત્ર આપ્યું હતું
તે ઘટનાના થોડા સમય પછી છેલ્લા ત્રણ મહિનાથી સફાઈ કામદારોને પગાર નહિ મળતા જીવનનિર્વાહ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર કોન્ટ્રાકટ એજન્સી ના જવાબદાર અધિકારીઓ આગળ રજુઆત કરવા છતાં પગાર નહિ થતા તમામ સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે વાલ્મિકી અગ્રણી લાલજી ભગત અને સીપીએમના ડાહ્યાભાઈ જાદવની આગેવાની  હેઠળ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમયસર પગાર માટેની માંગ કરી હતી
લાલજી ભગતે જણાવ્યું હતુંકે સફાઈ કામદારો ત્રણ દિવસથી તેમનો ત્રણ મહિનાના અટવાયેલા પગાર માટે
હડતાલ પર ઉતર્યા છે હડતાલ પર ઉતરેલા કામદારો કોઈ પણ પગલું ભરશે તો તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.