ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરાયેલી DNA વેક્સિન કેન્ડીડેટને સહયોગ અપાયો
ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી
ઝાયડસ કેડિલા કંપની દ્વારા કોવિડ – 19 માટે દેશની સૌપ્રથમ સ્વદેશી રીતે તૈયાર થયેલ ડીએનએ રસી ઝાયકોવ-ડી (ZyCoV-D)ને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉમેદવારને બીઆઇઆરએસી (BIRAC) અને બાયોટેકનોલોજી વિભાગ, ભારત સરકારના નેતૃત્વ અંતર્ગત નેશનલ બાયોફાર્મા મિશન (NBM) દ્વારા સહાયતા કરવામાં આવી છે.
ઝાયડસ કેડિલાએ ભારતમાં 1000થી વધુ ભાગ લેનારાઓ ઉપર આ ડીએનએ વેક્સિન કેન્ડીડેટના પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલ પૂર્ણ કરી લીધા છે અને વચગાળાની માહિતી દર્શાવે છે કે જ્યારે ઉપરથી ત્રણ ડોઝ લગાવવામાં આવે છે તો આ રસી ઇમ્યુનોજેનિક અને સુરક્ષિત છે. વિષય નિષ્ણાતોની સમિતિ કે જેણે વચગાળાની માહિતીની સમીક્ષા કરી છે તેના દ્વારા કરવામાં આવેલ ભલામણ અનુસાર ડીસીજીઆઈ દ્વારા 26,000 ભારતીય સહભાગીઓ ઉપર ત્રીજા તબક્કાની ટ્રાયલ હાથ ધરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.
ડીબીટીના સચિવ અને બીઆઇઆરએસી (BIRAC)ના અધ્યક્ષ ડૉ. રેણું સ્વરૂપે ખુશી વ્યક્ત કરી હતી અને એવી આશા પ્રગટ કરી હતી કે આ કેન્ડીડેટ વેક્સિન સતત હકારાત્મક પરિણામો લાવવાનું ચાલુ રાખે. આ પ્રસંગે બોલતા તેણીએ જણાવ્યું હતું કે, “ભારત સરકારના બાયો ટેકનોલોજી વિભાગે કોવિડ-19 માટે સ્વદેશી રસીનું ઝડપથી નિર્માણ કરવા માટેની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઝાયડસ કેડિલા સાથે ભાગીદારી કરી છે.
આ ભાગીદારી એ બાબતનું દ્રષ્ટાંત સ્થાપિત કરે છે કે આ પ્રકારના સંશોધનના પ્રયાસો સામાજિક મહત્વ ધરાવતા નવા ઉત્પાદનોના ઇનોવેશનને વિકસિત કરે અને પ્રોત્સાહન પૂરું પાડે તેવા ઇકો સિસ્ટમને તૈયાર કરવા ઉપર સરકારના લક્ષ્યને પ્રદર્શિત કરે છે.” તેણીએ એમ પણ ઉમેર્યું હતું કે “રાષ્ટ્રના સૌપ્રથમ ડીએનએ રસી મંચની સ્થાપના એ આત્મ નિર્ભર ભારત માટે મહત્વનો સીમાસ્તંભ છે અને ભારતીય વૈજ્ઞાનિક સંશોધનો માટે એક મોટી હરણફાળ છે.”