મલાઈકા અરોરાએ અર્જુન કપૂર માટે જમવાનું બનાવ્યું
મુંબઈ: મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સૌથી વધુ ચર્ચામાં રહેતા સેલિબ્રિટી કપલ્સ પૈકીના એક છે. હાલ અર્જુન અને મલાઈકા ગોવામાં રજાઓ ગાળી રહ્યા છે. ન્યૂયર વેકેશન માટે ગોવા ગયેલા અર્જુન-મલાઈકા ત્યાંથી સુંદર તસવીરો શેર કરીને ફેન્સને ખુશ કરી રહ્યા છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એક્ટ્રેસની બહેન અમૃતાની વિલામાં રોકાયા છે. ત્યારે અહીં મલાઈકાએ પોતાના પ્રેમી માટે જમવાનું બનાવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અર્જુન કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મલાઈકાએ તેના માટે બનાવેલા ભોજનની ઝલક બતાવી હતી. અર્જુને નાનકડો વિડીયો શેર કરીને લખ્યું, જ્યારે રવિવારે તે તમારા માટે જમવાનું બનાવે.
અર્જુનની પોસ્ટ જાેઈને લાગી રહ્યું છે કે, મલાઈકાએ તેના માટે જમવાનું બનાવતા તે ખૂબ ખુશ થયો છે. અર્જુનની સ્ટોરીને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મલાઈકાએ હાર્ટના ઈમોજી સાથે શેર કરી છે. અર્જુન-મલાઈકાએ પોતાની રિલેશનશીપ ખુલીને સ્વીકારી છે ત્યારથી તેઓ આપી રહ્યા છે.
મલાઈકા અરોરાએ નવા વર્ષના પહેલા જ દિવસે બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેની તસવીર શેર કરી હતી. તેણે લખ્યું, નવી પરોઢ, નવો દિવસ. નવું વર્ષ છે ૨૦૨૧. અર્જુન અને મલાઈકાએ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. મલાઈકા પોતાના દીકરા અને પરિવાર સાથે ગોવામાં છે. તેણે અહીં જ ક્રિસમસ પણ સેલિબ્રેટ કરી હતી. ક્રિસમસ બાદ અર્જુન ગોવા પહોંચ્યો હતો.
ત્યારથી કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્રિસમસ અને ન્યૂયર પહેલા અર્જુન-મલાઈકાએ દિવાળી પણ સાથે ઉજવી હતી. અર્જુન કપૂર આગામી ફિલ્મના શૂટિંગ માટે ધર્મશાલામાં હતો ત્યારે મલાઈકા પણ ત્યાં પહોંચી હતી. આ સિવાય લોકડાઉનમાં પણ મલાઈકા અર્જુન સાથે જ રહી હતી. એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં અર્જુનનું નામ લીધા વિના આ વાતનો ખુલાસો કર્યો હતો.
મલાઈકાને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, તે લોકડાઉન દરમિયાન કોની સાથે રહેવા ઈચ્છે છે? ત્યારે તેણે જવાબ આપ્યો, હું એક એવા એક્ટર સાથે ક્વોરન્ટીન થઈ હતી જે ખૂબ મનોરંજક છે. તેની સાથે એક ક્ષણ પણ ઝાંખી નથી લાગતી. તે હંમેશા મારી મજાક ઉડાવતો રહે છે અને હું તેની વાતો પર હસતી રહું છું. મારા માટે તે ખૂબ રમૂજી અને એન્ટરટેઈનિંગ છે.