બાળકના જન્મ પહેલાં કરીના સપનાનું ઘર સજાવી રહી છે
મુંબઈ: બીજી વખત પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. ૨૦૨૦માં ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ પોતાના અકાઉન્ટ પર શાનદાર તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ કરીનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા ઘરની ઝલક બતાવી છે.
બીજા બાળકના જન્મ પહેલા કરીના પોતાના નવા ઘરને ડિઝાઈન કરાવી રહી છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઘરના એક રૂમની તસવીર શેર કરી છે. જેમાં તે ઈન્ટિરિયર ડિઝાઈનરને સીલિંગમાં કશુંક બતાવી રહી છે. આ તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું ડ્રીમ હોમ. તસવીરમાં કરીનાના ઘરમાં રહેલું બુક શેલ્ફ અને આકર્ષક ઝુમ્મર દેખાઈ રહ્યું છે.
તસવીર શેર કરતાં કરીનાએ એમ પણ જણાવ્યું છે કે, તેની ફેવરિટ ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શીની સાથે ફરી જાેડાઈ છે. મહત્વનું છે કે, કરીના અને સૈફ હાલ બાંદ્રામાં જે ઘરમાં રહે છે તે પણ દર્શીનીએ જ ડિઝાઈન કર્યું છે. અગાઉ સૈફ અલી ખાને પોતાના નવા ઘર વિશે વાત કરતાં કહ્યું હતું, “અમારા નવા ઘરમાં રિનોવેશન ચાલી રહ્યું છે.
ત્યારે તેનું નિરીક્ષણ કરવા જ હું અવારનવાર ત્યાં જતો હોઉં છું. ઘણીવાર સૈફ અને કરીના પોતાના નવા ઘરની મુલાકાત લેતા જાેવા મળ્યા છે. ત્યારે શનિવારે સાંજે પણ કપલ બાંદ્રા સ્થિત ઘરેથી નવા ઘર તરફ જતું દેખાયું હતું. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં સૈફ-કરીનાએ તેઓ બીજીવાર પેરેન્ટ્સ બનાવાના હોવાની જાણકારી દુનિયાને આપી હતી. ત્યારથી કરીના કપૂર ખૂબ ચર્ચામાં રહે છે.
શૂટિંગના સેટ પર કે પરિવાર અને મિત્રો સાથેના ગેટ ટુ ગેધરમાં કરીનાની બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. થોડા દિવસ પહેલા કરીનાએ આવનારા બાળકના નામ વિશે વાત કરતાં કહ્યું હતું, તૈમૂરના નામને લઈને ખૂબ ઉહાપોહ થયો હતો. ત્યારે આ વખતે બાળકનું નામ સમજી-વિચારીને રાખીશું. બાળકના જન્મ બાદ તેના નામ વિશે વિચારીશું. આવનારા બાળકનું નામ ફેન્સ માટે સરપ્રાઈઝ હશે. સામાન્ય રીતે સૈફ-કરીના નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે સ્વિત્ઝરલેન્ડ જાય છે.
પરંતુ આ વર્ષે કોરોના મહામારી અને કરીનાની પ્રેગ્નેન્સીના કારણે તેમણે મુંબઈમાં જ પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. કરીનાએ ૩૧ ડિસેમ્બરે પતિ અને દીકરા સાથે કેટલીક તસવીરો શેર કરતાં લખ્યું હતું, વર્ષનો અંત એકબીજાને ભેટીને અને હૂંફ સાથે કરી રહી છું. પર્ફેક્ટ પિક્ચર માટે બોય્ઝને ફોર્સ કરવાનો પ્રયાસ કરી રહી છું. ૨૦૨૦નું વર્ષ મારા જીવનના આ બે પ્રેમીઓ વિના શક્ય નહોતું. નવી શરૂઆત તરફ આગળ વધી રહી છું.