Western Times News

Gujarati News

હું તારામાં મારો પડછાયો જાેઉં છું : આયુષ્માન ખુરાના

મુંબઈ: આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપના દીકરા વિરાજવીર ખુરાનોનો આજે જન્મદિવસ છે. ત્યારે એક્ટરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લાડકા માટે સ્પેશિયલ પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે એક નોટ પણ લખી છે. આયુષ્માને જે તસવીર શેર કરી છે તેમાં તેનો દીકરો ખૂણામાં બેસીને ગિટાર વગાડવામાં મગ્ન જાેવા મળી રહ્યો છે.

આ સાથે તેણે લખ્યું છે કે, ‘હેપી બર્થ ડે દીકરા. હું મારો પડછાયો તારામાં જાેઉ છું. તું તારો પોતાનો વ્યક્તિ છે. તને તારું મ્યૂઝિક ગમે છે. મને યાદ છે કે, નવા વર્ષની સાંજે તું એકલો બેસીને ચંદ્રને નિહાળી રહ્યો હતો જ્યારે બાકીના બાળકો બોનફાયર આગળ દોડાદોડી કરી રહ્યા હતા.

અંદરના કલાકારનું પોષણ કરજે. કારણ કે કલાકારો માયાળુ હોય છે. આયુષ્માનના નાના ભાઈ અપારશક્તિએ ભત્રીજાને બર્થ ડે વિશ કર્યું છે અને કોમેન્ટમાં લખ્યું છે કે, ‘હેપી બર્થ ડે મારા ફેવરિટ છોકરા’. તો અનુષ્કા શર્માએ હાર્ટ ઈમોજી મોકલી છે. આ સિવાય શિલ્પા શેટ્ટી, કરણવીર બોહરા, ઈશા ગુપ્તા સહિતના સેલેબ્સે પણ બર્થ ડે બોયને વિશ કર્યું છે.

બીજી તરફ તાહિરાએ પણ દીકરાને વિશ કરતાં કેટલીક સુંદર વાતો કહી છે. વિરાજવીર ડોગી સાથે રમી રહ્યો હોય તેવી ક્યૂટ તસવીર શેર કરીને તેણે લખ્યું છે કે, હેપી બર્થ ડે માય ફર્સ્‌ટ બોન. તને મારી આંખો મળી છે પરંતુ હું ઈચ્છું છું કે તારી પાસે પોતાની દ્રષ્ટિ હોય. તને મારા વાળનો કલર મળ્યો છે

પરંતુ હું ઈચ્છું છું કે, તારી પાસે પોતાનું વહેંચવા માટે કંઈક હોય. તારી આસપાસ પ્રેમ અને માનવતા ફેલાવજે. દરેકની અંદર રહેલી સુંદરતાને તું જાેજે.

તેથી તને ખ્યાલ આવશે કે તું પણ દરેકની જેમ અજાેડ છે’. મમ્મીએ શેર કરેલી પોસ્ટ પર પણ વિરાજવીરને ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ તરફથી શુભકામના મળી રહી છે. આયુષ્માન ખુરાના સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને ઘણીવાર વિચારવા જેવા મેસેજ મોકલતો હોય છે. ૨૦૨૧ની શરુઆત થતાં તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રેમને લગતો સુંદર મેસેજ લખ્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘એકવાર આપણે પ્રેમને પસંદ કરીએ પછી, આપણા પ્રેમને જાળવી રાખવાનું કામ શરુ થાય છે. ૨૦૨૧માં પ્રેમને તમારી પ્રાથમિકતા બનવા દો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.