અમદાવાદ-ભાવનગર હાઇવે પરના ગામોમાં પાણી ઘૂસતા હાઇવે તોડાયો
અમદાવાદ, અમદાવાદ-ભાવનગર હાઇવે પરના કેટલાક ગામોમાં સુરેન્દ્રનગરની નદીઓના પાણી ઘૂસી ગયા હતા. હાઇવે પર આવતા માઢિયા, સનેસ સહિતના ગામોમાં કેરો, વેગડ અને કાળુભાર નદીના પાણી ઘૂસી ગયા હતા જેના પગલે તંત્ર દ્વારા હાઇવે પરનું નાળું તોડાયું હતું. ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ હાઇવે પર ૮-૧૦ ફૂટ જેટલું પાણી ભરાયું હતું. આ હાઇવે પર હિટાચી મશીન દ્વારા નાળું તોડવામાં આવ્યું હતું.
#Monsoon #Monsoon2019 #Flooding #Rains
Chamardi, Bhavnagar – Valbhipur Highway…. pic.twitter.com/CXMyfMzxjU— Sunita S Tirdiya (@TirdiyaS) August 10, 2019
હાઇવે પરના માઢિયા, ધોલેરા, વટામણ સહિતના ગામોમાં ચોમાસામાં સુરેન્દ્રનગર તરફથી આવતી નદીઓના પાણી ભરાય છે. ગામોમાં પાણીનો નિકાલ કરવા માટે અને રસ્તો પુનઃકાર્યરત કરવા માટે તંત્ર દ્વારા હીટાચી મશીનથી રોડ પરનું એક નાળું પણ તોડવામાં આવ્યું હતું. ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે હાઇવે પર જળબંબાકાર થયો હતો. પાણી ભરાવાના કારણે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ હાઇવે બંધ થયો હતો.