બેનામી સંપત્તિના મામલે રોબર્ટ વાડ્રાના ઘરે પહોંચી આયકર વિભાગની ટીમ
નવી દિલ્હી, બેનામી સંપત્તિના કેસમાં પતિ રોબર્ટ વાડ્રાની આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલામાં આવકવેરા વિભાગે રોબર્ટ વાડ્રાને નોટિસ ફટકારી હતી. પરંતુ તેઓ આવકવેરા કચેરીએ પહોંચ્યા ન હતો. આ પછી, અધિકારીઓ સીધા રોબર્ટ વાડ્રાના ઘરે પહોંચ્યા અને ત્યાં તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.
આયકર વિભાગના સૂત્રોના અનુસાર સાઉથ ઈસ્ટ દિલ્હી સ્થિત સુખદેવ વિહાર વાળી ઓફિસમાં રોબર્ટ વાડ્રાનું નિવેદન દાખલ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્કમટેક્સ વિભાગની ટીમ રોબર્ટ વાડ્રાને બીકાનેર અને ફરીદાબાદ જમીન કૌંભાડ મામલે પૂછપરછ કરી રહી છે.
રોબર્ટ વાડ્રા કોંગ્રેસ પક્ષના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ છે, તેમણે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે લગ્ન કર્યા છે. આ મામલે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે રોબોર્ટ વાડ્રા કોરોના રોગચાળાને કારણે આવકવેરા વિભાગની તપાસમાં શામેલ થઈ શક્યા ન હતા.
આવકવેરા ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી) રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહ્યું છે. રોબર્ટ વાડ્રા પર લંડન સ્થિત સંપત્તિની ખરીદીને લઈને મની લોન્ડ્રિંગનો આરોપ છે. વાડ્રા પર બ્રાયનસ્ટન સ્કવાયરમાં 1.9 મિલિયન પાઉન્ડની કિંમતનું મકાન ખરીદવાનો આરોપ છે. રોબર્ટ વાડ્રા હાલ અગ્રિમ જામીન પર બહાર છે.