૨૪ કલાકમાં ૧૬,૫૦૫ કેસ નોંધાયા, ૨૧૪ દર્દીનાં મોત
નવીદિલ્હી, દેશમાં કોરોના સામે લડવા માટે બે વેક્સીનને ડીસીજીઆઇ તરફથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે જેના કારણે લોકોને આશાની કિરણ જાેવા મળી છે. બીજી તરફ ૨૪ કલાકમાં સામે આવેલા સંક્રમણના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૬,૫૦૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૧૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૩,૪૦,૪૭૦ થઈ ગઈ છે.
વિશેષમાં, દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૯ લાખ ૪૬ હજાર ૮૬૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૯,૫૫૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૪૩,૯૫૩ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૯,૬૪૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૭,૫૬,૩૫,૭૬૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં ૭,૩૫,૯૭૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતના એક દિવસમાં કુલ ૭૧૫ કેસ નોંધાયા છે. સાથે જ ૯૩૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨,૩૩,૬૬૦ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર ૯૪.૫૧ છે. આજે રાજ્યમાં કુલ ૫૧,૩૮૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન ૭૯૦.૫૨ ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૯૮,૧૦,૬૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે.HS